પાસ થવા માટે આન્સરશીટમાં 500ની નોટ ચોંટાડવી ભારે પડી ગઈ! બંને વિદ્યાર્થીઓ ફેઈલ અને એક વર્ષ માટે BAN

Gujarat Board Exam News: ગુજરાતમાં બોર્ડની પરીક્ષા આપી રહેલા ધોરણ 10ના 2 વિદ્યાર્થીઓએ પાસ થવા માટે આન્સર શીટ પર નોટ ચિપકાવી હતી. વિદ્યાર્થીઓનો ઈરાદો સ્પષ્ટ હતો કે આનાથી તેઓ કોપી ચેક કરતા શિક્ષકને લાલચમાં ફસાવશે. પરંતુ બંને વિદ્યાર્થીઓનો દાવ ઉલટો પડી ગયો અને બંને પર એક વર્ષ માટે પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પાસ થવા માટે આન્સરશીટમાં 500ની નોટ ચોંટાડવી ભારે પડી ગઈ! બંને વિદ્યાર્થીઓ ફેઈલ અને એક વર્ષ માટે BAN

Ahmedabad: ધોરણ 10ના બે વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવા માટે આન્સર શીટમાં રૂ. 500ની નોટ ચોંટાડી હતી. કોપી ચેક કરનાર શિક્ષકને લલચાવવા માટે વિદ્યાર્થીઓએ આવું કર્યું હતું. પરંતુ લાંચના આ પ્રયાસની વિપરીત અસર થઈ. જેના કારણે વિદ્યાર્થીઓ પર આગામી એક વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નાપાસ થશે. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSHSEB) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 'ગુજરાતી માધ્યમમાં ભણતા બંને વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવાની ખાતરી નહોતી.'

ગુજરાતમાં 10મી અને 12ની બોર્ડની પરીક્ષા 14 થી 29 માર્ચ દરમિયાન યોજાઈ હતી. મૂલ્યાંકન દરમિયાન શિક્ષકોએ ગણિત અને અંગ્રેજીની આન્સર શીટમાં 500 ની નોટ સ્ટેપલિંગ કરી હોવાની જાણ કરી. બોર્ડે પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધી હતી. બોર્ડના અધિકારીએ કહ્યું, “અમે આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. કારણ કે તે છેતરપિંડીનો કેસ નથી. પરીક્ષા સુધારણા સમિતિ પહેલા વિદ્યાર્થીઓની દલીલો સાંભળશે અને પછી તેમની સજા નક્કી કરશે.

બોર્ડના અધિકારીએ બંને વિદ્યાર્થીઓના આ કૃત્ય સામે નિરાશા વ્યક્ત કરી છે. બંને વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં રૂ.500ની નોટ ચોંટાડી હતી. આ સાથે વિદ્યાર્થીઓએ લખ્યું કે, 'કૃપા કરીને મને પાસ કરી દો, કારણ કે હું પરીક્ષાની તૈયારી કરી શક્યો નથી.' અધિકારીએ કહ્યું કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કેટલીકવાર પરીક્ષા દરમિયાન ઉત્તરવહીઓમાં નોટ્સ પેસ્ટ કરે છે. પરંતુ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ કરવું તદ્દન નિરાશાજનક છે. અધિકારીએ કહ્યું કે આવો જ એક મામલો 2022માં સામે આવ્યો હતો. જ્યાં મધ્ય ગુજરાતના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રની ઉત્તરવહીમાં રૂ. 500ની નોટો ચોંટાડી હતી. જે બાદ તેને નાપાસ થવાની સાથે તેના પર એક વર્ષ માટે પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:
જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news