રેરાએ બિલ્ડરો માટે લાગુ કર્યો નવો નિયમ, ઓક્ટોબરથી અમલ થઈ જશે

Rera New Rule For Builders : રેરાએ પ્રોજેક્ટની જાહેરાત, બ્રોશર અને પ્રોસ્પેક્ટમાં ક્યુઆર કોડ ફરજિયાત મૂકવાનો આદેશ કર્યો, જેથી લોકોને પ્રોજેક્ટની તમામ માહિતી મળી રહે 
 

રેરાએ બિલ્ડરો માટે લાગુ કર્યો નવો નિયમ, ઓક્ટોબરથી અમલ થઈ જશે

Property News : પ્રોપર્ટીની જે પણ સ્કીમ હોય તેના વિશે સંપૂર્ણ માહિતી આપવી એ બિલ્ડર અને ડેવલપરની ફરજમાં આવે છે. ગ્રાહકને સ્કીમની તમામ માહિતી મળી રહે એ હેતુથી રેરા દ્વારા નવો નિયમ લાગુ કરાયો છે. તે મુજબ હવેથી પ્રોજેક્ટ અંગેની જાહેરાત, બ્રોશર અને પ્રોસ્પેક્ટસમાં ઊઇ કોડ રાખવાનું ફરજિયાત બનાવાયું છે. રેરાએ પરિપત્ર જાહેર કરીને 1 ઓક્ટોબરથી આ નિયમ લાગુ કર્યો છે. 

રિયલ એસ્ટેટની કોઈ પણ સ્કીમ અંગે માહિતી હોય તો લોકોને પ્રોજેક્ટની સાઈટ પર જવું પડે છે. આ માહિતી હવે સરળતાથી તમામ લોકોને મળી રહે તે માટે રેરાએ નવો પ્રયાસ આદર્યો છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) એક પરિપત્ર બહાર પાડ્યો છે. જે મુજબ રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ વિશએ પ્રકાશિત કરવામાં આવતી તમામ જાહેરાતો, બ્રોશર અને પ્રોસ્પેક્ટમાં ક્વિક રિસ્પોન્સ (ક્યુઆર) કોડ મૂકવાનો આદેશ કરાયો છે. 

આ નિયમથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી ક્યૂઆર કોડની મદદથી પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવી શકશે. આ નિયમને 1 ઓક્ટોબરથી લાગુ કરાયો છે. કન્સ્ટ્રક્શન સાઈટ પરની તમામ માહિતી એક ક્લિક પરથી તે હેતુથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. 

આ સાથે જ રેરાએ જણાવ્યું કે, રેરા નોંધણી પ્રમાણપત્રમાં અપાતા ઊઇ કોડ હિસ્સેદારો-ઘર ખરીદનારાઓ રોકાણકારો અને અન્ય રસ ધરાવતા પક્ષકારોને તેમના સ્માર્ટફોન વડે તેને સ્કેન કરતાની સાથે સબંધિત પ્રોજેક્ટ વિશે વિગતવાર માહિતી મેળવી શકશે. જોકે કાનૂની દસ્તાવેજો જેમ કે એગ્રીમેન્ટ ફોર સેલ(AFS), વેચાણ ખત અને અન્ય બંધનકર્તા કરારો માટે 8 -અંકના કોડને બદલે સંપૂર્ણ રેરા નોંધણી નંબરનો ઉપયોગ કરવો આવશ્યક છે. આનાથી ગંભીર કાનૂની વ્યવહારોમાં મૂંઝવણ અને ખોટી રજૂઆતો અટકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news