ગણેશ મહોત્સવમાં આ ખાસ નિયમોનું કરવું પડશે પાલન, વાંચી લો પોલીસની ગાઇડલાઇન

અમદાવાદ પોલીસ કમિશનરની કચેરી દ્વારા ગણેશ ઉત્સવ માટે ખાસ ગાઇડલાઇન બનાવવામાં આવી છે. ગણેશ ઉત્સવનું આયોજન કરતા લોકોએ તેનું પાલન કરવું પડશે.

ગણેશ મહોત્સવમાં આ ખાસ નિયમોનું કરવું પડશે પાલન, વાંચી લો પોલીસની ગાઇડલાઇન

મૌલિક ધામેચા, અમદાવાદઃ આગામી 10 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવ શરૂ થવાનો છે. રાજ્યભરમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવનું આયોજન થશે. પરંતુ આ વખતે કોરોના વાયરસ સંક્રમણને કારણે સરકારે ગણેશ ઉત્સવની મંજૂરી તો આપી છે પરંતુ સાથે અનેક નિયમો પણ બનાવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરની કચેરી દ્વારા ગણેશ ઉત્સવ માટે ખાસ ગાઇડલાઇન બનાવવામાં આવી છે. ગણેશ ઉત્સવનું આયોજન કરતા લોકોએ તેનું પાલન કરવું પડશે.

અમદાવાદ પોલીસ કમિશનર કચેરી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સાર્વજનિક ગણેશ સ્થાપના માટેની પરમીટ સ્થાનીક પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. તેમજ સ્થાપનાની જગ્યાએ લાઉડ સ્પીકર વગાડવા માટેની પણ પરમીટ જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવશે. 

જ્યારે જાહેર ગણેશ સ્થાપન માટેની પરમીટ માટે અરજી કરવામાં આવે ત્યારે જ અરજદારે ગણેશ વિસર્જન માટે સરઘસ કાઢવા માટેની અરજી પણ ફરજીયાત કરવાની રહેશે. તો સરકારના આદેશ પ્રમાણે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મૂર્તી 4 ફુટની અને ઘરમાં 2 ફુટથી વધુની મૂર્તિ રાખી શકાશે નહીં. 

આ સાથે પોલીસ કમિશનરની કચેરી દ્વારા જાણ કરવામાં આવી છે કે મહોત્સવનો પંડાલ કે મંડલ બને એટલો નાનો રાખવાનો રહેશે. ગણેશ ઉત્સવમાં દર્શન કરવા આવલા લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવે તે માટે કુંડાળા કરવાના રહેશે. ગણેશ ઉત્સવમાં પુજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. આ સિવાય કોઈ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી શકાશે નહીં. 

આ સિવાય સરઘસ માટેનો રૂટ એક ઝોન વિસ્તારાં હોય તો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલી છે ત્યાંથી પરમીટ લેવાની રહેશે અને જો સરઘસ એક ઝોન કરતા વધુ વિસ્તારમાંથી પસાર થવાનું હોય તો પોલીસ કમિશનર કચેરી ખાતેથી વિશેષ મંજૂરી લેવાની રહેશે. સાર્વજનિક ગણેશ સ્થાપના અને વિસર્જનની પરમીટ માટે તેમાં સામેલ થનારા (વધુમાં વધુ 15 લોકો) ના નામ-સરનામા આપવાના રહેશે. ગણેશ ઉત્સવમાંસામેલ થનાર તમામ લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news