PM મોદીએ અલગ અંદાજમાં પાઠવી શુભેચ્છા, કહ્યું- પિચથી લઇને વેક્સીન ફ્રન્ટ પર જીતી ટીમ ઇન્ડીયા
ટીમ ઇન્ડીયા (Team India) એ ઇગ્લેંડને 5 મેચોની ટેસ્ત સીરીઝના ચોથા મુકાબલામાં 157 રનથી હરાવી દીધું છે. ટીમ ઇન્ડીયાની આ જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ખુશી વ્યક્ત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઇન્ડીયા (Team India) એ ઇગ્લેંડને 5 મેચોની ટેસ્ત સીરીઝના ચોથા મુકાબલામાં 157 રનથી હરાવી દીધું છે. ટીમ ઇન્ડીયાની આ જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ખુશી વ્યક્ત કરી છે. આ સાથે જ પીએમ મોદીએ વેક્સીનના ફ્રન્ટ પર પણ આજે આંકડાને 'શાનદાર' ગણાવ્યો છે.
પીએમ મોદીએ કર્યું ટ્વીટ
ટીમ ઇન્ડીયા (Team India) ની જીત પર પીએમ મોદીએ ટ્વીટ કર્યું, 'રસીકરણના મોરચા પર અને ક્રિકેટ પીચ પર (ફરીથી) શાનદાર દિવસ. હંમેશાની માફક #TeamIndia જીતી ગઇ!' CoWIN પર ઉપલબ્ધ આંકડાના અનુસાર, આજે દેશમાં 1,08,36,984 COVID વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. જેનાથી કુલ વેક્સીન કવરેજ 69,72,90,716 થઇ ગયું છે.
Great day (again) on the vaccination front and on the cricket pitch. As always, #TeamIndia wins! #SabkoVaccineMuftVaccine
— Narendra Modi (@narendramodi) September 6, 2021
ભારત પાસે 2-1 ની બઢત
લીડ્સ ટેસ્ટમાં કારમા પરાજય બાદ ભારતે ઓવલમાં શાનદાર વાપસી કરતા ઈંગ્લેન્ડને 157 રને પરાજય આપી પાંચ મેચોની સિરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે. ભારતે આપેલા 367 રનના લક્ષ્ય સામે પાંચમાં દિવસે બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 210 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓવલ ટેસ્ટના અંતિમ દિવસે ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી ઈંગ્લેન્ડ ટીમને ધરાશાયી કરી દીધી હતી. ભારત તરફથી ઉમેશ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરને બે-બે વિકેટ મળી હતી. સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં શરૂ થશે.
11 દિવસમાં ત્રીજીવાર 1 કરોડથી વધુ ડોઝ
આ પ્રકારે વેક્સીનેશનના મામલે પણ ભારતે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ભારતમાં ગત 11 દિવસમાં ત્રીજીવાર કોવિડ 19 રસીના એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે જ દેશભમાં અત્યાર સુધી આપવામાં આવેલા ડોઝની કુલ સંખ્યા 69.72 કરોડથી વધુ ડોઝ આવી ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું, સપ્ટેમ્બરની શરૂઆત એક ઉચ્ચ સ્તર સાથે થઇ છે અને ભારતે આજે એક કરોડ કોવિડ રસીકરણને અડકી લીધો છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન નવી ઉંચાઇઓને આંબી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે