GSEB, Gujarat Board 10th Result 2022: ધોરણ 10નું કયા જિલ્લામાં કેવું છે પરિણામ, જાણો A To Z માહિતી
GSEB, Gujarat Board 10th Result 2022: બોર્ડની સત્તાવાર www.gseb.org વેબસાઇટ પર પરિણામ મુકાયું છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 75.64 ટકા પરિણામ અને સૌથી ઓછું પાટણ જિલ્લાનું 54.29 ટકા પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી 294 શાળાઓ છે, જ્યારે 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી 1007 શાળાઓ છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 બોર્ડનું 65.18 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની સત્તાવાર www.gseb.org વેબસાઇટ પર પરિણામ મુકાયું છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 75.64 ટકા પરિણામ અને સૌથી ઓછું પાટણ જિલ્લાનું 54.29 ટકા પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી 294 શાળાઓ છે, જ્યારે 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી 1007 શાળાઓ છે.
અમદાવાદનું પરિણામ:
ધોરણ-10નું અમદાવાદ શહેરનું 63.18 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે ધોરણ-10નું અમદાવાદ ગ્રામ્યનું 63.98 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં 121 સ્કૂલનું શૂન્ય ટકા પરિણામ આવ્યું છે. 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 1007 શાળાઓનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં 48755 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે અમદાવાદ ગ્રામ્યમાં 40584 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેરમાં 5 શાળાઓનું 100 ટકા પરિણામ અને અમદાવાદ ગ્રામ્યમાં 8 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે.
સુરતનું પરિણામ:
સુરતમાં ધોરણ 10ના પરિણામથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ આવ્યું છે. જેણા કારણે પરિણામ જાહેર થતાં ઢોલ નગારા સાથે ઉજવણી થઈ રહી છે. સુરતમાં 2,532 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ, 9274 વિદ્યાર્થીઓએ મેળવ્યો A2 ગ્રેડ, 13371 વિદ્યાર્થીઓએ મેળવ્યો B1 ગ્રેડ, 15180 વિદ્યાર્થીઓએ મેળવ્યો B2 ગ્રેડ, 13360 વિદ્યાર્થીઓએ મેળવ્યો C1 ગ્રેડ, 6256 વિદ્યાર્થીઓએ મેળવ્યો C2 ગ્રેડ અને 329 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે.
વડોદરાનું પરિણામ:
વડોદરામાં ધોરણ 10નું બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વડોદરા જિલ્લાનું 61.21 ટકા પરિણામ આવ્યું છે. 37758 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 478 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. વર્ષ 2020 ની તુલનાએ આ વખતે બોર્ડની પરીક્ષાનું પરિણામ 1 ટકા વધ્યું છે. ડબકા કેન્દ્ર નું સૌથી ઓછું 27.37 ટકા પરિણામ આવ્યું છે. વાસણા કેન્દ્રનું સૌથી વધુ 77.82 ટકા પરિણામ આવ્યું છે. પરિણામ આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. કારેલીબાગમાં આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી અભિનદન આપ્યા હતા.
વડોદરામાં ધોરણ 10નું બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વડોદરા જિલ્લાનું 61.21 ટકા પરિણામ આવ્યું છે. જેમાં મનાલીથી લેહ લદાખ અને પોરબંદરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાયકલિંગ કરનાર સમિધા પટેલ પણ ઉતીર્ણ થઈ છે. ધોરણ 10માં અભ્યાસ કરતા સાયકલિંગ સમયે જ કર્યું હતું. વ્યસન મુક્તિ અને સ્વચ્છતાથી એકતા તરફના સંદેશા સાથે સાયકલિંગ કર્યું હતું. ધોરણ 10ની પરીક્ષામાં 92 ટકા પર્સન્ટાઈલ આવ્યા છે. 5 દિવસ સુધી સમિધા પટેલે સાયકલિંગ કર્યું હતું. રોજ 5 થી 6 કલાક સુધી સમિધા પટેલે વાંચન કર્યું. એડવેન્ચર પ્રવુતિઓ અને ટુર ટ્રાવેલ્સનો પિતાનો વ્યવસાય છે.
રાજકોટનું પરિણામ:
રાજકોટ જિલ્લાનું 72.86 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે જે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે. રાજકોટ જિલ્લામાં 0 ટકાવાળી 6 સ્કૂલ અને 100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલની સંખ્યા 30 છે. વર્ષ 2020માં રાજકોટ જિલ્લાનું 64.08 ટકા પરિણામ હતું. પરંતુ 2022માં 8.78 ટકા વધુ પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 1561, A2 ગ્રેડમાં 4562, B1 ગ્રેડમાં 6637, B2 ગ્રેડમાં 7293, C1 ગ્રેડમાં 6110, C2 ગ્રેડમાં 2263, D ગ્રેડમાં 73, E1* ગ્રેડમાં 0, E1 ગ્રેડમાં 5446 અને E2 ગ્રેડમાં 5170 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં 30 ટકાથી ઓછા પરિણામવાળી સ્કૂલની સંખ્યા 69 છે.
છોટા ઉદેપુરનું પરિણામ:
ધોરણ 10 નું બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. છોટા ઉદેપુર જિલ્લાનું 61.20 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 10352 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 6335 વિદ્યાર્થી પાસ થયા છે. રાજ્યમાં છોટા ઉદેપુર જિલ્લાનો 25 મો ક્રમાંક છે. 2019માં પરિણામ 46.38, 2020 માં 47.92, 2021માં માસ પ્રમોશન, 2022 માં 61.20 આવ્યું છે. પરિણામ આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે.
આ સિવાય જામનગર શહેરનું 69.68 ટકા પરિણામ, જૂનાગઢ શહેરનું 66.25 ટકા પરિણામ, ગાંધીનગર શહેરનું 65.83 ટકા પરિણામ અને ભાવનગર શહેરનું 67.58 ટકા પરિણામ આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે