ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસ : કોર્ટમાં મુદ્દત પડી, હવે 21 એપ્રિલે આવશે ચુકાદો
Grishma vekariya murder case : કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ છે. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માંગ કરવામાં આવી
Trending Photos
- ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી
- ગ્રીષ્માના આરોપીને કડકમાં કડક સજાની સરકારે કોર્ટમાં માંગ કરી
ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી ફેનિલે કરપીણ હત્યા કરી હતી. જેમાં કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી.. જે ચુકાદો હોવાથી ગ્રીષ્મા કેસમાં આરોપી ફેનિલને લઇ પોલીસ સેશન્સ કોર્ટ પહોંચી હતી. ત્યારે કોર્ટમાં નામદાર જજે મુદ્દત પાડી છે. આરોપી તરફે વકીલ ગેરહાજર હોવાને લઇ મુદ્દત પડી હતી. હવે 21 મી એપ્રિલે ગ્રીષ્મા હત્યા કેસમાં ચુકાદો આપશે. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માંગ કરવામાં આવી છે.
- 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ હતી
- 100 થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઈ
- 120 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા
- 355 પાનાનું ફર્ધર સ્ટેટમેન્ટ નોંધાયું
સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી. જેમાં કહ્યું હતું કે હત્યા ઉશ્કેરાટમાં નહી પણ પૂર્વ તૈયારી સાથે કરાઈ હતી. આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા. તો બચાવ પક્ષે દલીલો કરી હતી કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. મહત્વનું છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું. જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. જો કે આજના કોર્ટના સજાના એલાન પર સૌ કોઈની નજર છે.
ગ્રીષ્માના ગળુ કાપતા સમયે વીડિયોમાં ફેનિલનો જ અવાજ હતો
ગત ટ્રાયલમાં કોર્ટમાં એક વીડિયો પુરાવા રૂપે રજૂ કરાયો હતો. જેમા ગ્રીષ્મા સાથે જે પણ બન્યુ તે ઘટના વર્ણવવામાં આવી હતી. વીડિયોમા દેખાય છે કે, ફેનિલે ગ્રીષ્માના ગળા પર ચપ્પુ ફેરવીને તેને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારે આ વીડિયો ઓરિજિનલ હોવાનુ એફએલએલ દ્વારા કોર્ટમાં જણાવાયુ છે. ગ્રીષ્મા હત્યા કેસમાં એફએસએલના બે અધિકારીઓની જુબાની લેવાઈ હતી. અધિકારીઓએ જુબાની આપતા કહ્યુ હતું કે, ગ્રીષ્માને મારી નાંખી હોવાના ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ છે તે સાબિત થયુ છે. સાથે જ હત્યાનો વીડિયો પણ ઓરિજિનલ છે. તેની સાથે કોઈ ચેડા થયા નથી.
આ પણ વાંચો : આ ઘટના હનુમાનજીના સિંદુર પ્રેમનુ કારણ બની, શરીર પર સિંદુર ચોપડીને રામ દરબારમાં પહોંચ્યા હતા
જાણો કેટલા સાક્ષીની જુબાની લેવાઈ
ગ્રીષ્મા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીઓના નામ હતા, જેમાંથી 105 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. તેમજ 85 સાક્ષીઓને પડતા મૂકાયા હતા. તેના બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ અપાયુ હતું. કોર્ટમાં ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ લેવાયુ હતુ. જેમા આરોપી તરફી અને સરકાર તરફી દલીલો કરવામાં આવશે. જેના બાદ ચુકાદો જાહેર થશે. હત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ અને કાઉન્ટર દલીલો કરી હતી. સતત ત્રણ દિવસ દલીલો કરી હતી. જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં જણાવ્યું હતું કે, આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ સાથે તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, તપાસ અધિકારી દ્વારા મીડિયામાં કરેલા નિવેદનો બાદ સમાજમાં આરોપી વિરૂદ્ધનું વાતાવરણ ઉભુ થયું છે. જેથી સાક્ષીઓ આરોપીની તરફેણમાં જુબાની આપવા પણ તૈયાર નથી.
ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્મા વેંકરિયા મર્ડર કેસ ગુજરાતનો બહુચર્ચિત મર્ડર કેસ છે. જેણે સુરત પોલીસને દોડતી કરી હતી. સરેઆમ એક યુવતીની નિર્મમ રીતે હત્યા કરાઈ હતી. તેના બાદ ગ્રીષ્માના પરિવારજનોએ ન્યાય માટે અપીલ કરી હતી. ગ્રીષ્માની ફેનિલે હત્યા કર્યા બાદ તેના વીડિયો સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થયા હતા. ગ્રીષ્માને બચાવવાના અનેક પ્રયાસો કરાયા હતા. છતા ફેનિલે તેને છોડી ન હતી. બે વાર ગળા પર ચપ્પુ ફેરવ્યા બાદ તેણે ત્રીજીવારમાં ગ્રીષ્માને પતાવી દીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે