રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી મુદ્દે સરકારે કોર્ટમાં રજૂ કર્યો જવાબ, જાણો શું કહ્યું...
Trending Photos
આશ્કા જાની, અમદાવાદ: રાજકોટમાં કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી અને બોગસ બીલિંગ કૌભાંડમાં રાજ્ય સરકારે કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. ઇન્જેક્શન નકલી હોવાની સરકારે રજૂઆત કરી હતી. ઇન્જેક્શનની કાળા બજારી અને બોગસ બીલિંગ કૌભાંડ એફ.આઇ.આર નોંધી તપાસ ચાલુ હોવાની સરકારે રજૂઆત કરી છે.
આ પણ વાંચો:- ખેડૂતો મુદ્દે કોંગ્રેસ મગરના આંસુ સારે છે, બિલ અંગે કેન્દ્ર-રાજ્ય સરકાર ગેરસમજો દૂર કરે છે: આઈ કે જાડેજા
ઇન્જેક્શન નકલી હોવાના કારણે આઈપીસીની કલમ 304 હેઠળ કાર્યવાહી કરી નથી. સરકારે આરોપીઓ સામે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ, મેનેજમેન્ટ એક્ટ અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટની વિવિધ જોગવાઈઓ બદલ કાર્યવાહી થઈ રહી હોવાની રજૂઆત કરી હતી. મહામારીના આ સમયમાં જીવનરક્ષક દવાઓની કાળા બજારી કરવા બદલ આરોપીઓ સામે આકરા પગલાં લેવાય તે અંગે પોલીસ કાર્યવાહી કરી રહી હોવાની પણ સરકારે રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોના મહામારીના આ સમયમાં જાહેરનામાંના ભંગના 3409 કેસ નોંધાયા છે. 4201 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ચેપી રોગ ફેલાય એ રીતની ગતિવિધિ કરવા બદલ રાજકોટમાં 10914 કેસ કરવામાં આવ્યા છે. જેમાં 12045 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યા છે. રાજકોટમાં 151669 લોકોને થૂંકવા બદલ દંડ કરાયો છે.
રાજકોટ પોલીસે રૂપિયા 6,50,58,300નો દંડ વસૂલ્યો કર્યો છે. કોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું આ દંડની રકમ ઘણી વધારે છે. આ રમક શેમાં ઉપયોગ લેશો? કોર્ટે સરકારને કહ્યું... આ રકમનો ઉપયોગ સારા હેતુ માટે કરે. સરકાર માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનારાઓ સામે પણ કાયવાહી કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે