DC VS RCB IPL 2020: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે દિલ્હી-બેંગલોર
શનિવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ફોર્મમાં વાપસી કરી. શરૂઆતી ત્રણ મેચોમાં કોહલીનું બેટ શાંત હતું, પરંતુ ચોથી મેચમાં તેણે અણનમ 72 રન બનાવ્યા હતા.
Trending Photos
દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)મા આજે દિલ્હી કેપિટલ્સ (DC)નો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) સામે થશે. બંન્ને ટીમોએ અત્યાર સુધી ચારમાંથી ત્રણ મેચોમાં જીત મેળવી છે. શ્રેયસની આગેવાની વાળી દિલ્હી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. તો વિરાટની આગેવાની વાળી આરસીબી ત્રીજા સ્થાને છે. મેચ જીતનારી ટીમ પ્રથમ સ્થાને પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રણ જીત સાથે પ્રથમ સ્થાને છે. આજે દિલ્હી અને બેંગલોરમાં જે જીતશે તે પાંચ મેચોમાં ચાર જીતની સાથે પ્રથમ સ્થાને પહોંચી જશે. પોતાની પાછલી મેચોમાં બંન્ને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
શનિવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ફોર્મમાં વાપસી કરી. શરૂઆતી ત્રણ મેચોમાં કોહલીનું બેટ શાંત હતું, પરંતુ ચોથી મેચમાં તેણે અણનમ 72 રન બનાવ્યા હતા. ટીમના ઓપનર પણ ફોર્મમાં છે. વિરાટ સિવાય દેવદત્ત પડીક્કલ, ફિન્ચ અને એબી ડિવિલિયર્સ પણ સારી બેટિંગ કરી રહ્યાં છે. ટીમના બોલરોએ પણ દમદાર પ્રદર્શન કર્યું છે. યુજવેન્દ્ર ચહલ શાનદાર ફોર્મમાં છે. તેવામાં ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારની શક્યતા લાગી રહી નથી.
જો દિલ્હીની વાત કરીએ તો ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે પાછલી મેચમાં કેકેઆર વિરુદ્ધ મોટી ઈનિંગ રમી હતી. પૃથ્વી શો પણ પોતાના અંદાજમાં બેટિંગ કરી રહ્યો છે. તો શિખર ધવન હજુ સુધી મોટી ઈનિંગ રમી શક્યો નથી. પંત પણ ટીમ માટે ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. બોલિંગની વાત કરીએ તો કગિસો રબાડા અને એનરિક નોર્ત્જેએ ફાસ્ટ બોલિંગની કમાન સંભાળી છે. પાછલી મેચમાં રમનાર હર્ષલ પટેલે પણ ઉપયોગી બોલિંગ કરી હતી. દિલ્હીની ટીમમાં ફેરફારની શક્યતા ઓછી છે. પરંતુ લેગ સ્પિનર અમિત મિશ્રા ઈજાગ્રસ્ત છે. કેકેઆર વિરુદ્ધ તેને આંગળીમાં ઈજા થઈ હતી. ટીમના એક અધિકારીએ રવિવારે કહ્યું હતું કે, તેની આંગળીનો સ્કેન કરવામાં આવ્યો અને તે લગભગ આજની મેચમાં ન રમે. તેના સ્થાને અક્ષર પટેલને તક મળી શકે છે.
IPL 2020: અમે અમારા ખેલાડીઓનો સાથ છોડતા નથીઃ સીએસકે કોચ સ્ટીફન ફ્લેમિંગ
રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સંભવિત પ્લેઇંગ ઇલેવન
દેવદત્ત પડીક્કલ, આરોન ફિન્ચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, શિવમ દુબે, ગુરકીરત સિંહ માન,ઇસુરુ ઉડાના, વોશિંગટન સુંદર, એડમ ઝમ્પા, નવદીપ સૈની, યુજવેન્દ્ર ચહલ.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયસ અય્યર, રિષભ પંત, શિમરોન હેટમાયર, માર્કસ સ્ટોઇનિસ, રવિચંદ્રન અશ્વિન, અમિત મિશ્રા/અક્ષર પટેલ, હર્ષલ પટેલ, કગિસો રબાડા, એનરિક નોર્ત્જે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે