સરકારનો ખુલાસો: ગુજરાતમાં નથી વધ્યા ખાતરના ભાવ, ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા

કૃષિમંત્રી આર સી ફળદુએ (Agriculture Minister RC Faldu) જણાવ્યુ છે કે, રાજ્યમાં વેચાણ કરતી ખાતર (Compost) કંપનીઓ દ્વાર ડીએપી તથા એનપીકે ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી

સરકારનો ખુલાસો: ગુજરાતમાં નથી વધ્યા ખાતરના ભાવ, ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા

ઝી મીડિયા/બ્યૂરો: કૃષિમંત્રી આર સી ફળદુએ (Agriculture Minister RC Faldu) જણાવ્યુ છે કે, રાજ્યમાં વેચાણ કરતી ખાતર (Compost) કંપનીઓ દ્વાર ડીએપી તથા એનપીકે ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. ડીએપી (DAP) અને એનપીકે (NPK) ખાતરમાં તા. 1 માર્ચ 2021 થી ભાવ વધારો કરવામાં આવનાર છે એ સંદર્ભે પ્રસારિત થયેલ સમાચારો કોંગ્રેસ (Congress) પ્રેરિત અને ખેડૂતોને ગેરમાર્ગે દોરનારા છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં (Local Body Elections) હાર ભાળી ગયેલ કોંગ્રેસ ખેડૂતોને (Farmers) ભ્રમિત કરવાનુ બંધ કરે ખેડૂતોના નામે રાજનીતિ કરવી એ અમારી માનસિકતા નથી અને રહેશે પણ નહિ.

મંત્રી ફળદુએ (RC Faldu) ઉમેર્યું કે, તા. 26 ફેબ્રુઆરી 2021 ના રોજ વિવિધ ટીવી ચેનલોમાં 1 માર્ચ 2021 થી ડીએપી ખાતરના (Congress) વેચાણ ભાવ રૂ. 1200/ બેગથી વધી રૂ. 1500/ બેગ તથા એનપીકે ખાતરના વેચાણ ભાવ રૂ. 1175/ બેગથી વધી રૂ. 1400/ બેગ થનાર હોવા અંગેના સમાચાર પ્રસારીત થયા હતા. જે અનુસંધાને રાજ્યમાં ખાતર સપ્લાય કરતી વિવિધ મુખ્ય ખાતર કંપનીઓ જેવીકે જીએસએફસી, જીએનએફસી, ઇફ્કો, કૃભકો તથા અન્ય કંપનીઓ પાસેથી આગામી 1 માર્ચ 2021 થી ભાવ વધારો કરવામાં આવેલ છે કે કેમ? તે અંગેની જાણકારી મેળવતા રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડીએપી તથા એનપીકે ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આ ભાવ વધારો બેંગલોરની એક ખાનગી કંપનીઓ દ્વારા એક રાજ્યમાં કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે. ગુજરાત રાજ્યમાં આ તમામ ખાતરો તેમના જુના ભાવે જ આને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

તેમણે ઉમેર્યુ કે, તા: 26 ફેબ્રુઆરી 2021 ના રોજ વિવિધ ટીવી ચેનલોમાં પ્રસરીત થયેલ 1 માર્ચ 2021 થી ડીએપી તથા એનપીકે ખાતરઓમાં ભાવ વધારા બાબતેના સમાચાર રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચુંટણીના સમયે ખેડૂતોને ગેર માર્ગે દોરવા માટે જ આવા ખોટા સમાચાર કોંગ્રેસ દ્વારા પ્રસારીત કરાવવામાં આવેલ હોવાનું જણાય છે.   

ખાતરના ભાવ વધારો થતા સહકારી ક્ષેત્રના નેતા દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા અપતા જણાવ્યું હતું કે, દુનિયામાં રો મટીરીયલના ભાવ વધારો થતા ખાતરના ભાવ વધ્યા છે. ઇફ્કોએ ખાતરના ભાવમાં વધારો કર્યો નથી. જ્યારે અન્ય કંપનીઓએ ખારતના ભાવમાં વધારો કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news