Rc faldu News

ગુજરાતમાં એક પણ અકસ્માત ન થાય તેવા લક્ષ્યાંક સાથે અમે આગળ વધી રહ્યા છીએ: આર.સી ફળદુ
મંત્રીના હસ્તે વર્ષ ૨૦૨૦-૨૧ના ગુજરાત રાજ્ય માર્ગ સલામતી એવોર્ડ વિતરણ કરાયા હતા. મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય માર્ગ સલામતી કાઉન્સિલની બેઠક સંપન્ન થઇ છે. ૩ વિવિધ કેટેગરીમાં કુલ ૯ ગુજરાત રાજ્ય માર્ગ સલામતી એવોર્ડ એનાયત કરાયા. માર્ગ સલામતી ક્ષેત્રે જનજાગૃતિ ફેલાય તે હેતુ એવોર્ડની ધનરાશિમાં વધારો કરાયો : પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાઓને અનુક્રમે રૂ.૧,રપ,૦૦૦/-, રૂ.૧,૦૦,૦૦૦/- અને રૂ.૭૫,૦૦૦/-એનાયત કરાયા હતા. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સમગ્ર રાજ્યમાં ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને ટ્રાફિક નિયમનમાં વધુ સુધારો લાવવા વિવિધ પગલાં લેવાયા છે. વાહન અકસ્માતના મૂળ સુધી પહોંચવા આર. એન્ડ બી., આર.ટી.ઓ. અને પોલીસ વિભાગ દ્વારા ટીમ કાર્યરત છે. વાહન અકસ્માત નિવારણ સંદર્ભે શાળા-કોલેજોમાં વિવિધ વેબિનાર યોજાયા છે. શાળા કોલેજના સ્કુલ વાનના ડ્રાયવરોને તાલીમ આપવામાં આવશે. 
Aug 10,2021, 22:08 PM IST

Trending news