જમીન પર બિનકાયદેસર કબ્જો કરનારાઓ પર સરકાર આકરા પાણીએ, જમીન ખરીદી સંરક્ષણ બંન્ને સરળ
Trending Photos
મુસ્તાક દલ/જામનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગેરકાયદે રીતે જમીન પચાવનાર ભૂમાફિયાઓ સામે આકરા નિર્ણયો લેતા હવેથી લેન્ડ ગ્રેબિંગની પ્રવૃત્તિને સખત રીતે કાબૂમાં લેવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટનો પ્રસ્તાવ ગુજરાત રાજ્ય સરકાર લાવી રહી છે. ખાસ કરીને ભુમાફિયાઓને અંકુશમાં લેવા માટે ખેડૂતો અને જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણયને લઈને જામનગરના બુદ્ધિજીવીઓએ આવકાર આપતા પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા નવા નિર્ણયને લઇને ભૂમાફિયાઓ અને ગુંડા તત્વો સામે પાસાની કલમમાં જે વધારો કરાયો છે. જેને લઇને જમીનો ધરાવતા મૂડીપતિઓ અને અન્ય લોકોને એક સુરક્ષા પ્રદાન થઇ છે. ભુમાફિયાઓ ગુજરાતમાં માથું કાઢી ગયા હતા અને ગુંડા તત્વો સમાજમાં અરાજકતા ફેલાવતા હતા. જેને કંટ્રોલમાં લાવવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકશે. પરંતુ પોલીસે પણ ગુજરાતના મુખ્યમંત્રીના આ નિર્ણયના પગલે કડક કાર્યવાહી હાથ ધરી જરૂરી છે.
જામનગરના શહેરીજનોએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રીએ ગુંડા તત્વો સામે જે કાયદો લાવવાનો પ્રયાસ કર્યો છે તે આવકાર્ય છે. આ કાયદો સરહના પાત્ર છે. આ કાયદામાં પાસાને વધુ મજબૂત બનાવ્યો છે અને 10 વર્ષ સુધીની સજા છે. જ્યારે કોઈ અધિકારી ભૂમાફિયા કે ગુંડા તત્વોને છાવરશે તો તેને પણ 3 થી લઈને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ જે ખૂબ જ આવકાર્ય બાબત છે. ગુજરાત સરકારના આ કાયદાથી ભૂમાફિયાઓ ને જળમૂળથી નાબૂદ કરવા માટેના પ્રયત્નો ખૂબ જ આવકારદાયક છે.
મુખ્યમંત્રીના આ નવા કાયદાને લઈને લોકોમાં જમીન ખરીદવા બાબતનો ભય હતો એ દૂર થશે. જમીન ખરીદીમાં તેજી પણ આવશે. ખાસ કરીને લોકો ભુમાફિયાઓ અને ગુંડા તત્વોના ભય વગર હવે જમીન ખરીદી શકશે. અગાઉ ભૂમાફિયાઓ અને આવારા તત્વોના કારણે સારા લોકો જમીનમાં રોકાણ કરતા ન હતા, પરંતુ હવે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા લાવવામાં આવતા આ નવા કાયદાના પગલે લોકોમાં આ બાબતનો ભય દૂર થયો છે અને જમીનમાં વધુ રોકાણ થવાના કારણે રિયલ એસ્ટેટમાં પણ તેજી આવશે. ગુજરાતમાં વૈશ્વિક વિકાસ ખૂબ જ ઝડપથી આગળ વધશે. જેથી મુખ્યમંત્રીના આ નિર્ણયને જામનગરવાસીઓ પણ આવકારી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે