નોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોત

Rajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં બહારથી આવેલા લોકો જ નહિ, અંદર કામ કરતા કર્મચારીઓ પણ હોમાયા છે, ફુડ સ્ટોલમા કામ કરતા 17 વર્ષીય મોનુ ગોઢ પણ મિસિંગ છે 

નોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોત

Rajkot Fire Tragedy : રાજકોટમાં હ્રદય કંપાવતી આગની ઘટનાથી ચારેતરફ અરેરાટી ફેલાઈ ગઈ છે. ગેમની આગમાં પરિવારોનું આક્રંદ સંભભાઈ રહ્યું છે. TRP ગેમઝોનમાંથી 28થી વધુ લાશો સિવિલ લવાઈ, ત્યારે માહોલ ડરામણો બન્યો હતો. ઈસ્ત્રીના કપડાંની જેમ પોટલી બને, તેમ લાશોને બાંધીને લાવવામાં આવી હતી. પરિજનો આંખોની અશ્રુધારા વચ્ચે રજિસ્ટરમાં પોતાના લોકોને શોધતા દેખાયા હતા. શનિવારની રાત જાણો કેવી રીતે પરિવારજનોએ રાત કાઢી, ખબર નથી કે સ્વજન જીવે છે કે નહીં. હજી પણ ડીએનએ આવશે ત્યારે જ ખબર પડશે. આ અગ્નિકાંડમાં અનેકોના જીવ ગયા. કોઈએ ભાઈ, તો કોઈએ દીકરી, કોઈએ બહેન તો કોઈએ સંતાનો ગુમાવ્યા છે. પરંતુ આ વચ્ચે ગેમઝોનમાં કામ કરતા કર્મચારીઓએ પણ જીવ ખોયો છે. અનેક કર્મચારીઓનો કોઈ અત્તોપત્તો નથી. તેમાં પણ 17 વર્ષના મોનુની લાપતા હોવાની કહાની તમને રડાવી દેશે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 26, 2024

ગેમઝોનમાં કામ કરતો 17 વર્ષનો મોનુ લાપતા
રોજગારીની શોધમાં ગોરખપુરથી આવેલો 17 વર્ષનો કિશોર મોનુ ગોઢને જાણે મોત ખેંચી લાવ્યું હોય, તેમ 15 દિવસ પહેલા જ ગેમઝોનમાં નોકરી મળી હતી. પણ, તેને ક્યાં ખબર હતી કે, ગુજરાતમાં નોકરીની શોધ તેને મોત તરફ લઈ જશે. મોનુ તેના પિતરાઈ ભાઈ ગેમિંગ ઝોનના ફૂડ સ્ટોલમાં કામ કરવા લાગ્યો હતો. હજી તો તેનો પહેલો પગાર પણ આવ્યો ન હતો, તે પહેલા જ તે મોતને ભેટ્યો હતો. તેના સંબંધીઓ તેને શોધતા હોસ્પિટલ પહોંચ્યા હતા. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 26, 2024

 

માતાપિતા ગોરખપુરમાં હોવાથી DNA સેમ્પલ ન આપી શક્યા
ગેમિંગ ઝોનમાં કામ કરતો 17 વર્ષીય મોનુ ગોઢને તેના સંબંધી સિવિલ હોસ્પીટલમાં શોધવા પહોંચ્યા હતા. મોનુના માતાપિતા ગોરખપુર રહેતા હોવાથી DNA સેમ્પલ ન આપી શક્યા. તેના સંબંધી સંધ્યા ગોઢે જણાવ્યું કે, મોનુ 15-20 દિવસ પહેલા જ રોજગારી માટે ગોરખપુરથી રાજકોટ આવ્યો હતો. મોનુ તેના પિતરાઈ ભાઈ સાથે ગેમિંગ ઝોનના ફૂડ સ્ટોલમાં કામ કરતો હતો. આગની ઘટના પહેલા તે નાસ્તો ડિલિવરી કરવા ગયો પણ પાછો ફર્યો જ નહી. ત્યારે 17 વર્ષીય મોનુને શોધવા તેની ફોઈ રાજકોટ સિવિલ પહોંચ્યા હતા.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 26, 2024

 

આગને કાબૂમાં લેવા માટેની કોઈ સુવિધા ન હતી 
રાજકોટ આગકાંડમા સૌથી મોટો ખુલાસો થયો છે. ગેમઝોનમાં બેઝ તરીકે લોખંડની એન્ગલો, ગેલ્વેનાઈઝના પતરાનો ઉપયોગ કરાયો હતો. TRP ગેમ ઝોને ક્યારેય ફાયર NOCની અરજી કરી નથી. 50 મીટર પહોળું આશરે 60 મીટર લાંબુ અને બેથી ત્રણ માળ જેટલું ઉંચુ લોખંડ તથા પતરાનું ફેબ્રિકેશનથી માળખું ઉભું કર્યું હતું. ફાયર NOC મેળવેલ ન હતી. આગને કાબૂમાં લેવા માટેની કોઈપણ પ્રકારની સાધન સામગ્રી ન હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news