Pimple: પેટ ખરાબ હોય તો પણ ચહેરા પર થાય ખીલ, આ વસ્તુઓ ખાવાથી ખીલ અને આંતરડા બંને થશે સાફ
Pimple: આજે તમને પાંચ એવા ફળ વિશે જણાવીએ જેને ઉનાળામાં ખાઈને તમે ઘણા બધા ફાયદા મેળવી શકો છો. પહેલો ફાયદો કે આ ફળ ઠંડી તાસીરના હોય છે જેના કારણે શરીરને ઠંડક મળે છે, આ ફળ ખાવાથી બીજો ફાયદો એ છે કે તેનાથી આંતરડાની સફાઈ થઈ જાય છે. અને ચોથો ફાયદો એ છે કે તેનાથી ઉનાળામાં ડીહાઇડ્રેશન થતું નથી.
Trending Photos
Pimple: સ્વસ્થ રહેવું હોય તો પેટ સાફ રહે તો જરૂરી છે. કહેવાય છે કે દરેક રોગનું મૂળ પેટ હોય છે. જો ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે પેટ ખરાબ રહેતું હોય તો નાની મોટી સમસ્યાઓ થતી જ રહે છે. ખાસ તો ઉનાળામાં પેટ સાફ રહે તે ખૂબ જ જરૂરી હોય છે. જો ઉનાળામાં પેટ સાફ ન રહેતું હોય તો તેના કારણે ગેસ, અપચો અને ચહેરા પર ખીલની સમસ્યા પણ થઈ શકે છે. જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે કે જો તમારું પેટ ખરાબ હોય તો તેની અસર ચહેરા પર ખીલ તરીકે દેખાય શકે છે.
આ વાત એક રિસર્ચમાં પણ સાબિત થઈ છે કે પેટ ખરાબ હોય તો તેની અસર ચહેરા પર ખીલ તરીકે દેખાઈ શકે છે. આ સમસ્યાથી બચવું હોય તો ઉનાળા દરમિયાન ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેની તાસીર ઠંડી હોય અને તે ફાઇબરથી ભરપૂર હોય. આ વસ્તુઓ ખાવાથી આંતરડા સાફ થાય છે અને સાથે જ ત્વચા પરના ખીલ પણ મટી જાય છે. આજે તમને પાંચ એવા ફળ વિશે જણાવીએ જેને ઉનાળામાં ખાઈને તમે ઘણા બધા ફાયદા મેળવી શકો છો. પહેલો ફાયદો કે આ ફળ ઠંડી તાસીરના હોય છે જેના કારણે શરીરને ઠંડક મળે છે, આ ફળ ખાવાથી બીજો ફાયદો એ છે કે તેનાથી આંતરડાની સફાઈ થઈ જાય છે. અને ચોથો ફાયદો એ છે કે તેનાથી ઉનાળામાં ડીહાઇડ્રેશન થતું નથી.
શક્કરટેટી
શક્કરટેટીમાં 92% પાણી હોય છે અને ફાઇબર પણ ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરને ઠંડુ રાખે છે અને શરીરની અંદરના વિશાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.
કાકડી
કાકડી પણ પાણીથી ભરપૂર હોય છે. તેમાં ફાઇબર અને વિટામીન કે ભરપૂર માત્રામાં હોય છે. કાકડી ખાવાથી પેટ સાફ થાય છે અને સાથે જ હાડકાને અને ત્વચાને પણ ફાયદો થાય છે.
આમળા
આમળા વિટામિન સીથી ભરપૂર છે તેનું સેવન કરવાથી પાચન ક્રિયા સુધરે છે અને ગેસની સમસ્યા મટે છે. આમળા ઇમ્યુનિટીને પણ બુસ્ટ કરે છે
પપૈયું
પપૈયામાં પેપ્સીન નામનું એન્ઝાઇમ હોય છે. જે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. તે પાચન ક્રિયાને સુધારે છે. પપૈયામાં ફાઇબર પણ સારી એવી માત્રામાં હોય છે જે પેટ સાફ રાખવામાં મદદ કરે છે.
મોસંબી
મોસંબી પણ વિટામિન c થી ભરપૂર હોય છે અને તે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. મોસંબી ફાઇબરથી ભરપૂર હોય છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે.
આ વાતનું પણ રાખો ધ્યાન
ઉનાળામાં આ વસ્તુઓ ખાવાની સાથે પાણી પીવાનું પણ ખાસ ધ્યાન રાખવું. ઉનાળા દરમિયાન આહારમાં પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરો અને સાથે જ પૂરતી માત્રામાં પાણી પીતા રહેવું. તમારી ફિઝિકલ એક્ટિવિટી અનુસાર દિવસમાં આહાર અને પાણીનું સેવન
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે