ગુજરાત સરકારનો ઈમ્પેક્ટ ફીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું જાહેર કર્યું નોટિફિકેશન?

ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા અત્યાર સુધી 3 વાર ઇમ્પેકટ ફીની સમય મર્યાદામાં વધારો કર્યો છે. આ વખતે પણ સરકારે 6 માસ માટે ઈમ્પેક્ટ ફીની મુદ્દત વધારી દીધી છે. આ મામલે શહેરી વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું છે. 

ગુજરાત સરકારનો ઈમ્પેક્ટ ફીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું જાહેર કર્યું નોટિફિકેશન?

Ahmedabad News: ઇમ્પેક્ટ ફીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીની મુદ્દતમાં ફરી વધારો કર્યો છે. જી હા.. ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા અત્યાર સુધી 3 વાર ઇમ્પેકટ ફીની સમય મર્યાદામાં વધારો કર્યો છે. આ વખતે પણ સરકારે 6 માસ માટે ઈમ્પેક્ટ ફીની મુદ્દત વધારી દીધી છે. આ મામલે શહેરી વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું છે. 

લોકોનું ઉદાસીન વલણ
ઉલ્લેખનીય છે કે ઇમ્પેકટ ફીની મુદ્દત 15 જૂનના રોજ પુરી થઇ રહી હતી. ત્યારે ગુજરાત સરકારે ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા લોકોને વધારાના 6 મહિનાનો સમય વધારી આપ્યો છે. મુદતમાં વધારો કર્યા છતાંય ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરવામાં લોકોની નિષ્ક્રિયતા જોવા મળી છે. વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાતો કરવામાં આવે છે છતાં લોકોનું ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે.

અમદાવાદમાં કેટલી અરજીઓ આવી?
ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં 53175 જેટલી અરજીઓ આવી છે, જેમાંથી 31876 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. બાકીની અરજીઓ હાલમાં પેન્ડિંગ છે, જેનું કારણ ખૂટતા પુરાવાઓ અને અન્ય કારણોસર ઇમ્પેક્ટ ફીની અરજીઓનો નિકાલ થઈ શક્યો નથી. જે અન્ય અરજીઓ છે તેના માટે સ્ક્રુટીની ચાલી રહ્યું છે. 

મહત્વનું છે કે લોકો ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા પૂરતા પુરાવા પ્લાન અને અન્ય જરૂરી દસ્તાવેજો જમા ન કરાવતા હોવાના કારણે ઇમ્પેક્ટ ફીનો નિકાલ થઈ શકતો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news