આવી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO, આ ઓટો કંપની ભેગા કરશે 25,000 કરોડ રૂપિયા

ભારતની દિગ્ગજ વાહન નિર્માતા કંપની હ્યુન્ડઈ મોટર્સે આઈપીઓ માટે સેબીની મંજૂરી માંગી છે. જો હ્યુન્ડઈને આઈપીઓ માટે મંજૂરી મળી જાય તો આ ભારતીય ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ હશે. 
 

આવી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO, આ ઓટો કંપની ભેગા કરશે 25,000 કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ IPO માર્કેટમાં જૂના તમામ રેકોર્ડ તૂટવા જઈ રહ્યાં છે. હકીકતમાં હ્યુન્ડઈ મોટર્સ ઈન્ડિયા દેશનો સૌથી મોટો આઈપીઓ લાવી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર હ્યુન્ડઈ મોટર્સ ઈન્ડિયા લિમિટેડ તરફથી શનિવારે સેબીની પાસે 25000 કરોડ રૂપિયા (આશરે 3 અબજ ડોલર) નો આઈપીઓ લાવવા માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) જમા કરાવ્યા છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. આ પહેલા રેકોર્ડ એલઆઈસીના નામે હતો. LIC એ વર્ષ 2022માં 2.7 અબજ ડોલર ભેગા કરવા માટે આઈપીઓ લોન્ચ કર્યો હતો. હ્યુન્ડઈનો આઈપીઓ ભારતીય ઉદ્યોગ માટે એક પારસનો પથ્થર સાબિત થશે. મારૂતિ સુઝુકીએ વર્ષ 2003માં લિસ્ટેડ થયા બાદ હ્યુન્ડઈ પ્રારંભિક શેર વેચાણની રજૂઆત કરનાર વાહન નિર્માતા કંપની હશે. આ સપ્તાહે ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપની ઓલા ઈલેક્ટ્રિકને આઈપીઓ લાવવા માટે સેબીની મંજૂરી મળી હતી. એચએમઆઈએલે ભારતમાં 1996માં ઓપરેશન શરૂ કર્યું હતું અને વર્તમાનમાં તે 13 મોડલ વેચે છે. 

પ્રમોટર્સ તરફથી શેરનું વેચાણ કરવામાં આવશે
ડીઆરએચપીમાં આપવામાં આવેલી જાણકારીમાં જણાવવામાં આવ્યું કે આ આઈપીઓ હેઠળ કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા  14,21,94,700 શેર ઓફર ફોર સેલ હેઠળ વેચશે. આ ઓએફએસમાં કંપનીના પ્રમોટર્સ તરફથી શેરનું વેચાણ કરવામાં આવશે. કંપની દ્વારા આગળ કહેવામાં આવ્યું કે આઈપીઓ દ્વારા ફર્મ ઈક્વિટી શેરને એક્સચેન્જ પર લિસ્ટ કરી લિસ્ટિંગના ફાયદાને હાસિલ કરવા ઈચ્છે છે. અમને આશા છે કે ઈક્વિટી શેરના લિસ્ટ કરવાથી વિઝિબિલિટી અને બ્રાન્ડ ઈમેજ વધશે. 

જો હ્યુન્ડઈ મોટર્સના આઈપીઓને સેબીની મંજૂરી મળી જાય છે તો આ અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. હાલમાં, 2022 માં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) દ્વારા લોન્ચ કરવામાં આવેલ $2.7 બિલિયન IPO એ અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. હ્યુન્ડઈ મોટર્સ તરફથી કોટક મહિન્દ્રા, સિટીબેન્ક, મોર્ગન સ્ટેનલી, જેપી મોર્ગન અને એચએસબીસીને શેર બજારમાં એન્ટ્રી માટે ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક નિયુક્ત કરવામાં આવી છે. 

મારૂતિ બાદ દેશની બીજી સૌથી મોટી ઓટો કંપની
મેમાં હ્યુન્ડઈ મોટર્સ ઈન્ડિયાના વેચાણમાં વાર્ષિક આધાર પર 7 ટકાનો વધારો થયો અને તે 63,551 યુનિટ્સ હતા. યાત્રી વાહનના વેચાણના મામલામાં હ્યુન્ડઈ મોટર્સ મારૂતિ સુઝુકી બાદ દેશની સૌથી મોટી કંપની છે. કંપનીએ ભારતમાં પોતાનો પ્રથમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ 1998માં લગાવ્યો હતો, જ્યારે બીજો 2008માં શરૂ કર્યો હતો. પાછલા વર્ષે હ્યુન્ડઈ મોટર્સ ગ્રુપે ભારતમાં આશરે 3.75 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news