ધોરણ. 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી માટે મહત્વપૂર્ણ નિર્ણય, આ તારીખથી પૂરક પરીક્ષા

રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે નાપાસ વિદ્યાર્થીઓને મોટા ખુશખબર આપ્યા છે. ધોરણ. 9 તથા ધોરણ. 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પુન: પરીક્ષાના આધારે આગળના વર્ષ માટે ઉત્તીર્ણ કરી શકાશે. નવું સત્ર શરૂ થતા 15 દિવસમાં પુન: પરીક્ષા લેવાની રહેશે.

ધોરણ. 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી માટે મહત્વપૂર્ણ નિર્ણય, આ તારીખથી પૂરક પરીક્ષા

ઝી બ્યુરો/ગાંધીનગર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ધોરણ. 9 તથા ધોરણ. 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી માટે નવા સત્રના 15 દિવસની અંદર ફરી પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાસ થઈને વિદ્યાર્થી વર્ગ બઢતી કરી શકશે. 

રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે નાપાસ વિદ્યાર્થીઓને મોટા ખુશખબર આપ્યા છે. ધોરણ. 9 તથા ધોરણ. 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પુન: પરીક્ષાના આધારે આગળના વર્ષ માટે ઉત્તીર્ણ કરી શકાશે. નવું સત્ર શરૂ થતા 15 દિવસમાં પુન: પરીક્ષા લેવાની રહેશે. પુનઃપરીક્ષાના પરિણામના આધારે વર્ગ બઢતી અપાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

બીજી બાજુ ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા યોજાશે. 24 જુનથી 6 જુલાઈએ ધોરણ. 10 અને 12ની પૂરક પરીક્ષા યોજાશે. જેમાં 20 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતા વધુ છે.

જ્યારે ધોરણ. 10 ના 10578 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. એવી જ રીતે ધોરણ. 12ના સામાન્ય પ્રવાહમાં 6455 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં 2753 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા માટે 49 સેન્ટર ઉપર પૂરક પરીક્ષાનું આયોજન કરાયું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news