વિદ્યાર્થીઓ માટે ખુશખબર: ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને અપાયું માસ પ્રમોશન, જીતુ વાઘાણીએ કર્યું ટ્વીટ

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી આપી છે.

વિદ્યાર્થીઓ માટે ખુશખબર: ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને અપાયું માસ પ્રમોશન, જીતુ વાઘાણીએ કર્યું ટ્વીટ

ઝી ન્યૂઝ/ગાંધીનગર: રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી આપી છે.

— Jitu Vaghani (@jitu_vaghani) May 2, 2022

વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેનો તા.21/09/2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલું વર્ષ પુરતો મુલતવી રાખવામાં આવશે.

આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિમાણ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે.

પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્ધિતિય સત્રાંત (વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિમાણની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news