ખેડૂતો માટે સારા સમાચાર, કપાસનો ભાવ ખુબ જ સારો આવશે, પ્રતિકુળ વાતાવરણ કારણભુત

ભારત અને તેમાં પણ ગુજરાત કોટનના ઉત્પાદન ક્ષેત્રે સૌથી અગ્રણી છે. જો કે આ વર્ષે પ્રતિકુળ વાતાવરણના કારણે ઉત્પાદન પર ખુબ જ માઠી અસર પડી છે. કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા આંકડાઓ અનુસાર દેશમાં રૂનું ઉત્પાદન આ વર્ષે 12 લાખ ગાંસડી જેટલું ઓછુ થાય તેવી શક્યતા છે. જો કે રાજ્યના કૃષિ વિભાગના અનુસાર આ આંકડો હજી પણ ઘટી શકે છે. 

ખેડૂતો માટે સારા સમાચાર, કપાસનો ભાવ ખુબ જ સારો આવશે, પ્રતિકુળ વાતાવરણ કારણભુત

ગાંધીનગર : ભારત અને તેમાં પણ ગુજરાત કોટનના ઉત્પાદન ક્ષેત્રે સૌથી અગ્રણી છે. જો કે આ વર્ષે પ્રતિકુળ વાતાવરણના કારણે ઉત્પાદન પર ખુબ જ માઠી અસર પડી છે. કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા આંકડાઓ અનુસાર દેશમાં રૂનું ઉત્પાદન આ વર્ષે 12 લાખ ગાંસડી જેટલું ઓછુ થાય તેવી શક્યતા છે. જો કે રાજ્યના કૃષિ વિભાગના અનુસાર આ આંકડો હજી પણ ઘટી શકે છે. 

પાકના અંદાજ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 2019-20 ના વર્ષમાં કોટનનું ઐતિહાસિક 106.94 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું હતું. અત્રે નોંધનીય છે કે, કોટનની એક ગાંસડીમાં 170 કિલોગ્રામ કોટન આવે છે. નવેમ્બરમાં જે અંદાજ રખાયો હતો તેના કરતા 5 લાખ ગાંસડી ઓછી ઉત્પાદીત થઇ છે. 

રાજ્યના કૃષિ વિભાગના અધિકારીના અનુસાર રાજ્યમાં કોટનનું ઉત્પાદન 91.50 લાખ ગાંસડી થયું હોવાની શક્યતા છે. જ્યારે ભારતમાં એસોસિએશને સીઝનના કોટનના પાકમાં 360 લાખ ગાંસડીનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જે હવે ઘટાડીને 348 લાખ ગાંસડી કર્યો છે. ગુજરાતના સ્થાનિક કોર્પોરેશનમાં 34 લાખ ગાંસડી અત્યાર સુધીમાં આવી ચુકી છે. 

ભારતમાં 2018-19 વર્ષમાં 33 લાખ, 2019-20 માં 365 લાખ અને 2020-21 માં 353.84 લાખ ગાંસડુનું ઉત્પાદન થયું છે. દેશમાં 2021-22 ના વર્ષમાં કોટનનું ઉત્પાદન 360 લાખ ગાંસડીનો લક્ષ્યાંક મુકાયો હતો. જો કે હવે તેમાં પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news