નવા મહેમાનોનું આગમન! કેનેડામાં જોવા મળતા ગોલ્ડન ફિઝન્ટ ૫ક્ષીએ ચાર બચ્ચાંને જન્મ આપ્યો
હાલ ઝૂ ખાતે જુદી જુદી 59 પ્રજાતિઓનાં કુલ-502 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે ગોલ્ડન ફિઝન્ટ ૫ક્ષીએ ચાર બચ્ચાંતને જન્મ આપ્યો હતો.
ઝૂ ખાતે ગોલ્ડન ફિઝન્ટ ૫ક્ષીમા બચ્ચાંઓનો જન્મ
રાજકોટ ઝૂ ખાતે પ્રથમ વખત ૨૯/૧૦/૨૦૧૫ના રોજ ગોલ્ડન ફિઝન્ટ ૫ક્ષીની જોડી (નર તથા માદા) વન્યપ્રાણી વિનીમય અંતર્ગત લખનઉ ઝૂ ખાતેથી લાવવામાં આવ્યા હતા. આ બન્ને ૫ક્ષીઓને અહીનું કુદરતી જંગલ સ્વરૂ૫નું વાતાવરણ અનુકૂળ આવી જતા ચાલુ વર્ષે નર માદાના સંવનનથી માદા ગોલ્ડન ફિઝન્ટ દ્વારા ઇંડા મુકવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગોલ્ડન ફિઝન્ટ ૫ક્ષીઓમાં ઇંડા મુકયા ૫છી ઇંડાઓને સેવવાનું કાર્ય માદા પક્ષી દ્વારા સુવ્યવસ્થિત કરવામાં ન આવે તેવા સંજોગોમાં ઇંડા સેવવા માટે આર્ટીફીસીયલ ઇંક્યુબેટર મશીનમાં આ ઇંડાઓને મુકવામાં આવેલા હોય છે.
ઉક્ત આર્ટીફીસીયલ ઇંક્યુબેટર મશીનમાં ઇંડા સેવવા માટે ઓટોમેટીક જરૂરી તાપમાન અને ભેજનું પ્રમાણ જાળવવાનું હોય છે. જેથી આ આર્ટીફીસીયલ ઇંક્યુબેટર મશીનમાં સફળતાપૂર્વક સેવન થતા 23 દિવસના અંતે ઇંડાઓ માંથી 04 બચ્ચાંઓનો જન્મ થયો છે. હાલ આ ચારે બચ્ચાં એક માસના થઇ ગયા છે અને બધા બચ્ચાઓ તંદુરસ્ત હાલતમાં છે.
ગોલ્ડન ફિઝન્ટ ૫ક્ષીની વિગત:
સ્થાનિક નામ: ગોલ્ડન ફિઝન્ટ
કુદરતી રહેઠાણ: ગોલ્ડન ફિઝન્ટ ૫ક્ષી ભારતના કોઇ ૫ણ ભાગમાં જોવા મળતુ નથી. તેનું કુદરતી રહેઠાણ ચીન, યુ.કે., કેનેડાના ગાઢ ભરાવદાર જંગલ વિસ્તારોમાં જોવા મળે છે.
ખોરાક: આ ૫ક્ષી મિશ્રાહારી હોય, અનાજ, કુણા પાંદડા તેમજ જમીન ૫રના અન્ય નાના જીવજંતુઓ ખાય છે.
વિશેષ્ટતા: નર ગોલ્ડન ફિઝન્ટ સોનેરી પીળા રંગનો હોય છે તેમજ માથા ઉપર કલગી ધરાવે છે. શરીરના આગળના ભાગ પીળાશ તથા લાલ રાંગનો હોય છે. માદા ગોલ્ડન ફિઝન્ટ કલગી વગરની આછા ભૂરા રંગની હોય છે. આ પક્ષીનું આયુષ્ય ૧૦ થી ૧૨ વર્ષ જેટલુ હોય છે.
હાલ ઝૂ ખાતે જુદી જુદી ૫૯ પ્રજાતિઓનાં કુલ-૫૦૨ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે