ગિરનાર જતા પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર: આ કારણે રોપ-વે સેવા બંધ કરાઈ, પ્રવાસીઓમાં નિરાશા
સોરઠ પંથકમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદના ઝાપટાં અને ભારે પવન ફુંકાય રહ્યો છે. તેના લીધે જુનાગઢમાં ગિરનાર રોપ-વેની સેવા પ્રવાસીઓની સલામતી માટે બંધ કરવામાં આવી છે.
Trending Photos
ઝી ન્યૂઝ/જૂનાગઢ: હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે, અને લોકો કૃદરતી હરિયાળી માણવા ગિરનાર જેવા સ્થળોએ પહોંચી રહ્યા છે, ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. જંગલ, દરિયો અને પર્વતો સહિતના ફરવા લાયક સ્થળો અહીં આવેલા છે. જેમાંથી એક જુનાગઢ પણ છે. અહીં બનાવવામાં આવેલા રોપ-વેના કારણે તેનું આકર્ષણ વધ્યું છે. જોકે, ભારે પવનના કારણે રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સોરઠ પંથકમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદના ઝાપટાં અને ભારે પવન ફુંકાય રહ્યો છે. તેના લીધે જુનાગઢમાં ગિરનાર રોપ-વેની સેવા પ્રવાસીઓની સલામતી માટે બંધ કરવામાં આવી છે. ભારે પવનને લીધે રોપવે સેવા બંધ હોવાથી રોપ-વેની મજા માણવા આવતા પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે. પવનની ગતિમાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી રોપવે સેવા બંધ રહે તેવી શક્યાતાઓ રહેલી છે.
જાણવા મળી રહ્યું છે કે, જૂનાગઢમાં હવામાન ખરાબ હોવાના કારણે તેમજ ગિરનાર પર્વત ઉપર 90થી 110 કિ.મી.ની ઝડપે હાલ પવન ફૂંકાઈ રહ્યો છે. આથી પવનની ગતિ વધુ હોવાને લીધે ગિરનાર રોપ-વે બંધ રાખવાની ફરજ પડી છે. દરરોજ સરેરાશ 1200 જેટલાં પ્રવાસીઓ રોપ વેની સફર માણી અને અંબાજી માતાને શીશ ઝુકાવી આશિર્વાદ લેવાં જતાં હોય છે. પરંતુ હાલમાં ગિરનાર પર્વત ઉપર ભારે પવન ફૂંકાતો હોવાને લીધે મુસાફરોની સલામતીને ધ્યાને રાખીને રોપ-વે બંધ રાખવાની ફરજ પડી છે.
મહત્વનું છે કે, પવનની ગતિ વધુ રહેશે ત્યાં સુધી પ્રવાસીઓની સલામતી માટે રોપ-વે સેવા ચાલુ કરવામાં આવશે નહીં. હાલ શનિ-રવિ અને 15મી ઓગસ્ટને લીધે રજાનો માહોલ છે. ત્યારે ગિરનારના કૂદરતી નજારાને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. રોપ-વે સેવા શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે