ચોમાસામાં સ્કીન પર થતા ફંગલ ઈન્ફેકશનથી તુરંત મુક્તિ અપાવશે આ ઘરેલુ ઉપાયો

Fungal Infections: વરસાદમાં ફંગલ ઇન્ફેક્શનની સમસ્યાને દૂર કરવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયો કરી શકો છો. ખાસ કરીને જો તમારા ચહેરા અને ત્વચા પર સફેદ ડાઘની સમસ્યા હોય તો તમને આજે કેટલાક ઉપાયો જણાવીએ. જેને કરવાથી આ સમસ્યા દુર થાય છે. 

ચોમાસામાં સ્કીન પર થતા ફંગલ ઈન્ફેકશનથી તુરંત મુક્તિ અપાવશે આ ઘરેલુ ઉપાયો

Fungal Infections: વરસાદની સિઝનમાં ફંગલ ઇન્ફેક્શનની સમસ્યાથી વધી જાય છે. તેનું એક કારણ વાતાવરણનો ભેજ અને નબળી રોગપ્રતિકારક શક્તિ હોઈ છે. વરસાદમાં ફંગલ ઇન્ફેક્શનની સમસ્યાને દૂર કરવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયો કરી શકો છો. ખાસ કરીને જો તમારા ચહેરા અને ત્વચા પર સફેદ ડાઘની સમસ્યા હોય તો તમને આજે કેટલાક ઉપાયો જણાવીએ. જેને કરવાથી આ સમસ્યા દુર થાય છે. 

આ પણ વાંચો:

નાળિયેર તેલ 
નારિયેળના તેલમાં એન્ટી-ફંગલ ગુણ હોય છે. જે ફંગલ ઇન્ફેક્શનની સાથે સફેદ ડાગની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તમે દિવસમાં 2 થી 4 વખત તેનો ઉપયોગ કરી શકો છો. થોડા જ દિવસોમાં સફેદ ડાઘની સમસ્યા દૂર થઈ જશે.

દહીં ખાવું
સફેદ ડાઘની સમસ્યા દૂર કરવા માટે દહીંનો ઉપયોગ કરી શકાય છે. દહીં અને પ્રોબાયોટિક્સમાં ગુડ બેક્ટેરિયા હોય છે. જે ફંગલ ઇન્ફેક્શનને દૂર રાખવામાં અસરકારક છે. 

ટી ટ્રી ઓઈલ
ટી ટ્રી ઓઈલનો ઉપયોગ કરીને ફંગલ ઈન્ફેક્શનની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. તેમાં એન્ટિફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેને અઠવાડિયામાં ત્રણથી ચાર વખત ઈન્ફકશન હોય તેના પર લગાવો.  

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news