ગિરનાર લીલી પરિક્રમા : સમય પહેલા જ પહોંચી ગયા ઉતાવળિયા પરિક્રમાર્થીઓ...તંત્રની દોડધામ વધી
ગરવા ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા (girnar parikrama) કારતક સુદ અગિયારસની તા. 8 નવેમ્બર, 2019 શુક્રવાર મધ્યરાત્રિથી શરૂ થશે. ત્યારે જુનાગઢ (Junagadh) જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. એક અખબારી યાદી બહાર પાડી જણાવાયું છે કે, વિધિવિધાન અને પરંપરાગત રીતે પ્રારંભ થયા પછી જ ગિરનારના જંગલ (Gir forest) ના રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવશે.
Trending Photos
હનીફ ખોખર/જુનાગઢ :ગરવા ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા (girnar parikrama) કારતક સુદ અગિયારસની તા. 8 નવેમ્બર, 2019 શુક્રવાર મધ્યરાત્રિથી શરૂ થશે. ત્યારે જુનાગઢ (Junagadh) જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. એક અખબારી યાદી બહાર પાડી જણાવાયું છે કે, વિધિવિધાન અને પરંપરાગત રીતે પ્રારંભ થયા પછી જ ગિરનારના જંગલ (Gir forest) ના રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવશે.
ઉતાવળિયા પરિક્રમાર્થીઓ પહોંચી ગયા
ગિરનારની પરિક્રમા 8 નવેમ્બરથી શરૂ થવાની છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલાક ઉતાવળીયા પરિક્રમાર્થીઓનો પ્રવાહ ભવનાથ ભણી શરૂ થઇ ગયો છે. જેને કારણે તંત્રની કામગીરી વધી ગઈ છે. અંદાજે 10,000 થી વધુ પરિક્રમાર્થીઓ ભવનાથ પહોંચી ગયા છે, પરંતુ વનવિભાગે ઇટવા ગેટ બંધ કરતા ભાવિકોને ભવનાથમાં રોકાણ કરવુ પડ્યું છે. ઉતાવળિયા પરિક્રમાર્થીઓને પરિક્રમા રૂટમાં પ્રવેશ ન અપાતા ઉતારાઓ અને જ્ઞાતિ સમાજોની વાડીઓ હાઉસફુલ થઇ ગઈ છે. ભવનાથની તળેટીમાં સમય પહેલા પરિક્રમાર્થીઓ આવી પહોંચતા ચિક્કાર ગીર્દી જોવા મળી રહી છે, તથા સેવાભાવી સંસ્થાઓ અને અન્નક્ષેત્રો સમય પહેલા જ ધમધમતા થઈ ગયા છે. નિયત સમય પહેલા જ મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ આવી પહોંચતા સરકારી તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે.
સુરક્ષાના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત અને 35 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા પણ મેળાનું મોનિટરીંગ કરાઈ રહ્યું છે. લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખીને ગિરનાર પાસે એસપી 1, ડીવાયએસપી 10, પીઆઇ 17, પીએસઆઇ 78, પોલીસ જવાનો 1,084, ટ્રાફિક જવાનો 72 તૈનાત કરાયા છે.
રુટમાં પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચેનું ઘર્ષણ ટાળવા ખાસ વ્યવસ્થા
ગિરનારના જંગલમાં યોજાતી લીલી પરિક્રમા માટે વનવિભાગની ખાસ વ્યવસ્થા કરાઈ છે. ગિરનાર વિશ્વનું એક માત્ર એવું ગાઢ જંગલ જ્યાં લાખો લોકો પરિક્રમા કરે છે. ગિરનારના જંગલમાં સૌથી વધુ સિંહો તેમજ દિપડાઓ અને બીજા અનેક હિંસક પ્રાણીઓ વસે છે. ત્યારે પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચેનું ઘર્ષણ ટાળવા ખાસ ટ્રેકર ટીમો તેમજ રેસ્ક્યૂ ટીમોને તૈનાત કરવામાં આવી છે. વન વિભાગે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, રાજકોટ જિલ્લાના સ્ટાફની પણ મદદ લીધી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : ફેસબુક | ટ્વિટર | યૂ ટ્યૂબ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે