મોરબીમાં યુવતી બની રણચંડી, યુવકની રોડ પર જ ચપ્પલ વડે કરી ધોલાઈ

યુવતીએ નઝરબાગ રેલવે સ્ટેશન નજીક છોકરીઓને હેરાન કરતા આ શખ્સને પકડી લીધો હતો અને પગમાંથી ચપ્પલ કાઢીને બરાબરની ધોલાઈ કરી નાખી હતી. યુવતી જ્યારે યુવકને મારતી હતી ત્યારે લોકોનાં ટોળા એક્ઠા થઈ ગયા હતા.

મોરબીમાં યુવતી બની રણચંડી, યુવકની રોડ પર જ ચપ્પલ વડે કરી ધોલાઈ

મોરબીઃ મોરબીમાં એક યુવતીએ છેલબટાઉ યુવકની શર્ટ પકડીને રોડ ઉપર જ ચપ્પલ વડે ધોલાઈ કરી નાખી હતી. સોશિયલ મીડિયામાં શનિવારે આ વીડિયો ખુબ જ વાયરલ થયો હતો અને લોકોએ યુવતીની હિંમતને દાદ આપી હતી. 

મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલી સરકારી આર્ટસ, કોમર્સ તેમજ સાયન્સ કોલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ અભયાસ માટે જતી હોય છે. આ દરમિયાન રસ્તા કેટલાક છેલબટાઉ યુવકો આ વિદ્યાર્થિનીઓની પજવણી કરતા હોય છે. આવી જ એક કોલેજિયન વિદ્યાર્થિનીને એક યુવક છેલ્લા કેટલાક દિવસથી બિભત્સ ઈશારા કરીને પરેશાન કરતો હતો. 

આથી, કંટાળીને આ યુવતીએ નઝરબાગ રેલવે સ્ટેશન નજીક છોકરીઓને હેરાન કરતા આ શખ્સને પકડી લીધો હતો અને પગમાંથી ચપ્પલ કાઢીને બરાબરની ધોલાઈ કરી નાખી હતી. યુવતી જ્યારે યુવકને મારતી હતી ત્યારે લોકોનાં ટોળા એક્ઠા થઈ ગયા હતા. યુવતીએ લોકોને પણ કહ્યું હતું કે, જેમના ઘરમાં દિકરી હોય તે આ યુવકને મારે. આખરે યુવકે માફી માગતા અને લોકોની સમજાવટ પછી યુવતીએ પેલા યુવકને છોડ્યો હતો. 

જુઓ વીડિયો.....

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં બળાત્કારની અને યુવતીઓની છેડતીની ઘટનામાં વધારો થયો છે ત્યારે આ યુવતીએ હિંમત દાખવીને યુવકને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ પણ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ કરીને હિંમત દેખાડનારી યુવતીની પ્રશંસા કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news