Gir Lion: ગીરના સિંહોની ડણક ‘રાજકોટ’ ખાતે ગુંજશે, જાણો વિગત

રાજકોટમાં કાર્યરત અને વરિષ્ઠ વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફર તેમજ વાઈલ્ડ લાઈફ સ્ટેટ બોર્ડ નાં પૂર્વ સદસ્ય ભૂષણભાઈ પંડ્યાએ જણાવ્યું કે સિંહનું ઘર માત્ર ગીર નથી. સમગ્ર પરંતુ સિંહો બૃહદ ગીર એટલે આજના ચોટીલા સુધી સૌરાષ્ટ્રમાં વિહાર કરતા હતા.

Gir Lion: ગીરના સિંહોની ડણક ‘રાજકોટ’ ખાતે ગુંજશે, જાણો વિગત

ગૌરવ દવે/રાજકોટ: ગીરનું ઘરેણું ગણાતા સિંહ હવે ગીરની બહાર ડણક કરતા સંભળાશે. સિંહ પ્રેમીઓને ગીર સેન્ચ્યુરીની જેમ જ સૌરાષ્ટ્રના પસંદ થયેલા સ્થળોએ સિંહ દર્શનનો લાહવો મળી શકે છે સિંહ માટે હવે રાજકોટના માદા ડુંગર વિસ્તાર અને આસપાસના જસદણ સુધીના ડુંગરાળ અને જંગલ વિસ્તારની અંદર રહેવા મળી શકે છે બાબરા થી જેતપુર ની વચ્ચેના જંગલ વિસ્તારમાં પણ સિંહની ડણક સાંભળવા મળી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ લાઇન હેઠળ સિંહ માટે લયાન ટેરીટરી જાહેર કરવામાં આવી છે. આમ તો ગીર અને બૃહદ્ ગીરનો આખો વિસ્તાર ગીરનાં જંગલથી લઈને ચોટીલા ડુંગર સુધીનો માનવામાં આવે છે. રાજકોટમાં કાર્યરત અને વરિષ્ઠ વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફર તેમજ વાઈલ્ડ લાઈફ સ્ટેટ બોર્ડ નાં પૂર્વ સદસ્ય ભૂષણભાઈ પંડ્યાએ જણાવ્યું કે સિંહનું ઘર માત્ર ગીર નથી. સમગ્ર પરંતુ સિંહો બૃહદ ગીર એટલે આજના ચોટીલા સુધી સૌરાષ્ટ્રમાં વિહાર કરતા હતા. શિયાળામાં અચૂક સિંહ પોતાના ક્ષેત્ર સુધી આવતા રહ્યા છે. 

આ પણ વાંચો:

રાજકોટના માડા ડુંગર અને જસદણ તેમજ જેતપુર જંગલ વિસ્તાર સુધી લયન ટેરીટરી છે, જે સિંહ માટે અનુકૂળ છે. સિંહ સાથે રહેવા માટે તેવાવું પડશે. સિંહ માનવ ઉપર ક્યારેય હિંસક નથી બન્યા કે હુમલા નથી કર્યા. પ્રવાસીઓ માટે જ નહી, પરંતુ સિંહ સંવર્ધન માટે પણ આ જરૂરી છે કે સિંહ માટે નવા રહેઠાણ સુનિશ્ચિત થઈ જાય.

આ પણ વાંચો:

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news