ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી પાસે સામાન્ય બાબતે બિલ્ડર-એડવોકેટ વચ્ચે ઝઘડો, ટ્રાફિક થયો જામ

ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી પર ટ્રાફિક જામ થયો હતો. બે કારચાલકો વચ્ચે સામાન્ય બાબતે બબાલ થઈ હતી. બંને રસ્તા પર ઝઘડવા લાગ્યા હતા.

ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી પાસે સામાન્ય બાબતે બિલ્ડર-એડવોકેટ વચ્ચે ઝઘડો, ટ્રાફિક થયો જામ

ગાંધીનગરઃ ગાંધીનગર રિલાયન્સ ચોકડી પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. બે કાર ચાલકો ટ્રાફિકમાં ઝઘડતા ટ્રાફિક જામ થયો હતો. પોલીસની હાજરીમાં જ બે કાર ચાલકો આમને-સામને આવી ગયા હતા. રોડ પર થયેલી બબાલ બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સામાન્ય બાબતે એડવોકેટ અને બિલ્ડર રોડ પર ઝપાઝપી કરવા લાગ્યા હતા. 

રસ્તા વચ્ચે થઈ બબાલ
ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી પાસે ગાડી અડતા અડતા રહી જવાને કારણે મોટી બબાલ જોવા મળી હતી. બે કાર ચાલકોના ઝઘડાને કારણે રોડ પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસની હાજરીમાં બબાલ શરૂ થઈ હતી. એક એડવોકેટ અને બિલ્ડર રોડ પર ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે. 

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news