ગાંધીનગરના મેયરથી ભૂલ થઈ ગઈ, ઉતાવળમાં રોડને હીરા બાનું નામ આપી દીધું, પણ...

Gandhinagar News : ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપનો રોડ ‘પૂજ્ય હીરાબા માર્ગ' તરીકે ઓળખાશે તેવી ગઈકાલે ગાંધીનગર મહાનગરપાલિકાએ જાહેરાત કરી હતી, પરંતુ ગણતરીના કલાકોમાં જ આ નિર્ણય બદલવો પડ્યો હતો

ગાંધીનગરના મેયરથી ભૂલ થઈ ગઈ, ઉતાવળમાં રોડને હીરા બાનું નામ આપી દીધું, પણ...

ગાંધીનગર :આવતીકાલે 18 જૂન પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો જન્મદિવસ છે. 18 જૂને હીરાબાને 100 વર્ષ થઈ રહ્યા છે. ત્યારે આ પ્રસંગે પીએમ મોદી પણ ગુજરાતમાં છે. તેમનો માતા સાથેનો નાતો અનેરો છે. તેથી તેઓ આવતીકાલે માતા હીરાબા સાથે મુલાકાત કરી શકે છે. પીએમ મોદી માતાની 100 મી વર્ષગાંઠ મનાવી શકે છે અને તેમના આશીર્વાદ લેશે. જોકે, આ પહેલા ગાંધીનગરના એક રોડને હીરાબાનુ નામ અપાયું છે. ગઈકાલે ગાંધીનગર મનપા દ્વારા તેની જાહેરાત કરવામા આવી હતી, પરંતુ હાલ આ રોડને હીરા બાનુ નામ આપવાનુ મોકૂફ રાખવામાં આવ્યુ છે. 

કેમ મોકૂફ રખાયું 
બુધવારે રાયસણ ગામના રસ્તાને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ આપવાની જાહેરાત ગાંધીનગરના મેયર દ્વારાક રાઈ હતી. જોકે ઉત્સાહમાં આવી ગયેલા મૅયર ભૂલી ગયા હતા કે રસ્તાઓનાં નામ પાડવાની ગાંધીનગર મહાનગરપાલિકા પાસે કોઈ સત્તા જ નથી. બીજુ એ કે, જે રસ્તાને હીરાબાનુ નામ આપવામા આવ્યુ છે, તે ગાંધીનગર પાલિકા હેઠળ આવતો પણ નથી. જ્યારે ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો ત્યારે સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે, જમીનની માલિકી સરકારના હસ્તક રહેશે, અને એટલે મનપા પાસે જમીનની માલિકી નથી. શહેરમાં મુખ્ય રસ્તાઓ હાલ પણ પાટનગર યોજના વિભાગ હસ્તક છે. જ્યારે આંતરિક માર્ગો મનપાને માત્ર જાળવણી માટે જ સોંપાયા છે. તેથી રોડને નામ પાડવાની સત્તા ગાંધીનગર પાલિકામા નથી આવતી. 

આ રોડને આપવાનુ હતુ હીરાબાનુ નામ
ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડે ‘પૂજ્ય હીરાબા માર્ગ’ નામ આપવામાં આપવાની જાહેરાત કરાઈ હતી. આ વિશે ગાંધીનગર પાલિકાના મેયરે જણાવ્યુ હતું કે, જેઓએ પોતાના સમગ્ર જીવન, ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાથી દેશની સેવા કરી છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા આવતીકાલે 18 જૂને 100 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરના લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને રાસયણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ તરીકે નામકરણ કરાયુ છે. હીરાબાનું નામ સદાય જીવંત રહે અને ભવિષ્યમાં આવનાર પેઢી તેમના જીવનમાંથી ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાનો બોધપાઠ લે તે હેતુથી આ માર્ગને તેમનુ નામ આપવામાં આવ્યુ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news