કોરોનાકાળમાં કાયદામાં આપેલી ઢીલ પૂરી થઈ, આજથી ગુજરાતમાં હેલ્મેટ માટે થશે 500 રૂપિયાનો દંડ
ગુજરાતમાં આજથી હેલ્મેટ ના પહેરનારા પાસેથી દંડ વસૂલાશે. માસ્ક નહીં તો 1 હજાર રૂપિયા દંડ અને હેલમેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયા દંડ થશે
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :કોરોનાના કપરા કાળમાં વચ્ચે પોલીસ હવે માસ્ક્ બાદ હેલ્મેટ (helmet) ન પહેરનાર માટે આજથી દંડ વસૂલવામાં આવશે. રાજ્યના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનને 9 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી હેલ્મેટ ન પહેરવાની ને દંડ કરવાની સ્પેશિયલ ડ્રાઇવ (mega drive) રાખવામાં આવી છે. રોડ સેફ્ટીની બેઠકમાં રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોમાં હેલ્મેટ ન પહેરવું હોવાના ઘટનાઓ સામે આવી છે. આજથી હેલ્મેટ નહિ પહેર્યું હોય તો 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. કોરોનાકાળમાં કાયદામાં આપેલી ઢીલ પૂરી થઈ છે. જેથી હવે સમગ્ર રાજ્યમાં આજથી 20 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક પોલીસ (traffic police) મેગા ડ્રાઈવ ચલાવશે.
ગુજરાતમાં આજથી હેલ્મેટ ના પહેરનારા પાસેથી દંડ વસૂલાશે. માસ્ક નહીં તો 1 હજાર રૂપિયા દંડ અને હેલમેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયા દંડ થશે. આજથી 20 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક પોલીસને મેગા ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ચોમાસાની ભેજવાળી ઋતુમાં અને વરસાદી વાતાવરણમાં માસ્ક ઉપર હેલ્મેટ પહેરવાથી વિઝિબિલિટી ઘટી જતી હતી અને આ કારણને માન્ય રાખીને પણ પોલીસ કોઈને દંડ ફટકારતી નહોતી. પરંતુ હવે વરસાદે પણ વિરામ લીધો છે. ચોમાસુ જવાની તૈયારીમાં છે અને રોડ અકસ્માત વધી રહ્યા છે, ત્યારે પોલીસે કડકમાં કડક રીતે હેલ્મેટનો કાયદો અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. ટુ વ્હીલર ચાલકોને એટલી બધી રાહત હતી કે, માસ્ક ન પહેર્યું હોય તો ઈ-મેમો ફાટતો હતો. પરંતુ હેલ્મેટ ના પહેર્યું હોય તો ઈ-મેમો પણ નહોતો ફાટતો. પરંતુ રોડ અકસ્માતો વધતાં આજથી હેલ્મેટ માટે દંડવાનું નક્કી કરાયું છે. તેથી જો હેલ્મેટ નહિ પહેર્યું તો રૂબરૂમાં દંડ અને સીસીટીવી કેમેરામાં જે વાહન ચાલકો હેલ્મેટ વગર દેખાશે તેમના ઘરે ઈ-મેમો પહોંચશે.
તો આજથી તમામ ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરવું પડશે અને માસ્ક પણ પહેરવું પડશે. નગરપાલિકા અને મહાનગર પાલિકાની હદમાં હેલ્મેટનો નિયમ કડક રીતે લાગુ કરવામાં આવ્યો છે. રોડ અકસ્માતો વધ્યા હોવાથી ગામડાઓના રસ્તા ઉપર પણ હેલ્મેટ પહેરવું આવશ્યક છે. રોડ સેફ્ટીની બેઠક મળી તેમાં આજથી 12 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે