Corona: આ રાજ્યમાં ખતરનાક ઢબે ફેલાઈ રહ્યો છે કોરોના, 24 કલાકમાં 20 હજારથી વધુ નવા કેસ
મહારાષ્ટ્રમાં કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. રાજ્યમાં મંગળવારે કોરોના સંક્રમણના 20,131 નવા કેસ સામે આવ્યાં. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 9 લાખ 43 હજાર 772 થઈ ગઈ છે.
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના મહામારી (Corona virus) વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. રાજ્યમાં મંગળવારે કોરોના સંક્રમણના 20,131 નવા કેસ સામે આવ્યાં. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 9 લાખ 43 હજાર 772 થઈ ગઈ છે.
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ કોરોના સંક્રમણના કારણે મંગળવારે રાજ્યમાં 380 કોરોના દર્દીઓના મોત થયા. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 27 હજાર 407 થઈ ગઈ. કોરોનાને માત આપીને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13,234 લોકો સાજા થયા. રાજ્યમાં હાલ સંક્રમિતોની સંખ્યા 2,43,446 છે.
આ બાજુ મુંબઇની વાત કરીએ તો કોરોનાના 1346 નવા કેસ સામે આવ્યાં બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 58 હજાર 756 થઈ ગઈ છે. શહેરમાં 42 દર્દીઓના મોત થયા અને તે સાથે જ કુલ મૃત્યુની સંખ્યા 7942 થઈ છે. કોરોના મહામારી ફેલાવવાના કારણે રાજ્યમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. પ્રદેશમાં અત્યાર સુધીમાં 47 લાખ 89 હજાર 682 લોકોના ટેસ્ટ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે