ડીસામાં ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ, MD ડ્રગ્સના જથ્થા સાથે ચાર પરપ્રાંતીય શખ્સો ઝડપાયા

બનાસકાંઠાના ડીસા શહેરમાંથી તાજેતરમાં જ એક શખ્સ પાસેથી એમડી, સ્મેક અને ગાંજો પકડાયા બાદ ગઇરાત્રે ડીસા તાલુકા પોલીસે કંસારી ત્રણ રસ્તા પાસેથી મેફેડ્રોન એટલે કે એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ચાર પરપ્રાંતીય શખ્સોને ઝડપી પાડી આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે

ડીસામાં ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ, MD ડ્રગ્સના જથ્થા સાથે ચાર પરપ્રાંતીય શખ્સો ઝડપાયા

અલકેશ રાવ/ બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસા શહેરમાંથી તાજેતરમાં જ એક શખ્સ પાસેથી એમડી, સ્મેક અને ગાંજો પકડાયા બાદ ગઇરાત્રે ડીસા તાલુકા પોલીસે કંસારી ત્રણ રસ્તા પાસેથી મેફેડ્રોન એટલે કે એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ચાર પરપ્રાંતીય શખ્સોને ઝડપી પાડી આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.

ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ગઇરાત્રે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કંસારી ટોલનાકા પર રાજસ્થાન તરફથી આવતી સફેદ રંગની i10 કાર શંકાસ્પદ લાગતા તેને પોલીસે રોકાવાનો ઈશારો કર્યો હતો પરંતુ કારચાલકે કાર ભગાવી દીધી હતી. જેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કારનું આગળનું ટાયર ફાટી જતા ટેટોડા ગૌશાળા પાસે કાર ઉભી રહી ગઈ હતી. જેથી પોલીસે દોડી જઇ કારમાંથી નાસી રહેલા ચાર શખ્સોને પકડી પાડયા હતા.

કાશ્મીરથી કન્યા કુમારી સુધી કૌભાંડની હારમાળા સર્જનાર જાણો કોણ છે અનમોલ શેઠ, ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

જ્યારે કારની તલાસી લેતાં અંદરથી એમડી ડ્રગ્સ મળી આવ્યુ હતું. પકડાયેલ શખ્સો કોઈ સંતોષકારક જવાબ આપી ન શકતા તેઓને પકડીને ડીસા તાલુકા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.જે અંગે ડીસાના તાલુકાના ચૌધરીએ બનાસકાંઠાના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક શુશીલ અગ્રવાલને જાણ કરી હતી. પોલીસે હુંડાઈ i10 કાર,  પ્રતિબંધિત 117.550 ગ્રામ એમ ડી ડ્રગ્સ અને 4 મોબાઇલ અને રોકડ સહિત 15.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસનો કોઈ જ ખોફ નથી, ધોળા દિવસે તમંચા સાથે બાઈક પર આવ્યા 3 શખ્સો અને 15 મિનિટમાં જ...

આ કેસમાં રાજસ્થાની ભવરલાલ ભગવાનરામ જાટ, રતનલાલ પ્રેમારામ નાઈ, હનુમાનરામ જુજારામ જાટ અને હનુમાનરામ ભવરારામ જાટની પોલીસે ધરપકડ કરી હતી આમ પોલીસે રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરતી ગેંગને ઝડપી લઇ આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.

પાવાગઢમાં જોવા મળ્યા વિચલિત કરતા શ્રદ્ધાના દ્રષ્યો, મંદિર પરિસરમાં મહિલાની હરકત જોઈ લોકો ડઘાઈ ગયા

હાલ તો પોલીસે ડ્રગ્સ સાથે ઝડપાયેલા ચારેય આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે કે આ શખ્સો ડ્રગ્સ કોની પાસેથી લાવ્યા હતા ક્યાં લઈ જઈ રહ્યા હતા તેમજ આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે જોકે આ સમગ્ર નેટવર્ક પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news