ZEEL-Invesco Case: ઇન્વેસ્કોની છેતરપિંડીનો પર્દાફાશ, પુનીત ગોયનકાએ બોર્ડની સામે ખોલી પોલ, વાંચો પત્ર
ZEEL-Invesco Case: પુનીત ગોયનકાએ કર્યો Invesco ની છેતરપિંડીનો પર્દાફાશ. ઇન્વેસ્કોએ પહેલા ખુદ કહ્યુ હતુ- ગોયનકા હશે મર્જર બાદ બનેલી કંપનીના MD અને CEO પરંતુ બાદમાં મારી પલટી.
Trending Photos
ZEEL-Invesco Case: ઝી એન્ટરટેઈનમેન્ટ પર ગેરકાયદેસર રીતે કબજો કરવાનો પ્રયાસ કરી રહેલ ઇન્વેસ્કોનો પર્દાફાશ થયો છે. ZEEL ના MD અને CEO પુનીત ગોયનકાએ ઇન્વેસ્કોના બેવડા માપદંડને બોર્ડની સામે રાખ્યો અને 12 ઓક્ટોબર 2021ના થયેલી બોર્ડના ડાયરેક્ટરની એક બેઠકમાં પુનીત ગોયનકાએ પ્રેઝન્ટેશન પણ આપ્યુ છે. ઇન્વેસ્કોના પ્રતિનિધિની સાથે ફેબ્રુઆરી 2021માં થયેલી વાતચીતને તેમણે બોર્ડની સામે સ્પષ્ટ કરી છે. પુનીત ગોયનકાએ BSE અને NSE ને પણ આ મામલામાં લેટર મોકલ્યો છે.
ઇન્વેસ્કો મામલા પર ZEEL બોર્ડની બેઠક
પુનીત ગોયનકાએ ઇન્વેસ્કોના બેવડા માપદંડોને ઉઘાડા પાડ્યા છે. તેમણે પોતાના લેટરમાં સ્પષ્ટ કર્યુ કે ઇન્વેસ્કોના પ્રતિનિધિઓએ તેમને એક સ્ટ્રેટેજિક ગ્રુપની સાથે મર્જરની રજૂઆત કરી હતી. આ વાતચીતમાં ઇન્વેસ્કો તરફથી અરૂણ બલોની અને OFI ગ્લોબલ ચાઇના ફંડના ભવતોશ વાજયેપી સામેલ હતા. બંનેએ પુનીત ગોયનકાની સામે ભારતના એક મોટા સ્ટ્રેટેજિક ગ્રુપની સાથે મર્જરની રજૂઆત રાખી હતી. સ્ટ્રેટેજિક ગ્રુપનું વેલ્યૂએશન વધારીને દેખાડવામાં આવ્યું હતું.
ડીલથી રોકાણકારોને થાત 10 હજાર કરોડનું નુકસાન
પુનીત ગોયનકાએ જણાવ્યું કે ડીલથી ZEEL ના રોકાણકારોને 10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાત પ્રમોટર્સને મર્જ એન્ટિટીમાં 3.99 ટકાનો ભાગ મળત. પુનીત ગોયનકાને 4% મર્જ એન્ટિટીમાં ESOP મળત. નવી એન્ટિટીમાં પુનીત ગોયનકાને MD&CEO બનાવવાનો પ્રસ્તાવ પણ રાખવામાં આવ્યો હતો. ગોયનકાએ જણાવ્યુ કે જો સોદો થાત તો રણનીતિક સમૂહની પાસે મર્જર બાદ બનનારી નવી કંપનીમાં બહુમત ભાગીદારી હોત. ઇન્વેસ્કો તરફથી તે પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો કે પુનીત ગોયનકાને એમડી અને સીઈઓના રૂપમાં નિયુક્ત કરવામાં આવશે.
ઇન્વેસ્કોએ આપી ગોયનકાને ઓફર
બોર્ડ નોટ પ્રમાણે ઇન્વેસ્કોએ પ્રસ્તાવને રાખતા ભાર આપીને કહ્યું હતું કે મર્જર બાદ બનનારી નવી કંપનીના ઓપરેશન અને બિઝનેસનું નેતૃત્વ પુનીત ગોયનકા કરશે. ઇન્વેસ્કોએ સ્વીકાર્યુ કે ગોયનકાની એક્સપર્ટીઝ અને પ્રોફેશનલ કેપેબિલિટીને કારણે તેમનું એમડી અને CEO પદ પર રહેવું સર્વોપરિ રહેશે.
ઇન્વેસ્કોની પાછળ કોઈ અન્ય?
ZEEL તરફથી જાહેર કરેલા પત્ર પ્રમાણે પુનીત ગોયનકાએ ડીલમાં કેટલાક ગવર્નેસના મુદ્દા (ખાસ કરીને સ્ટ્રેટેજિક ગ્રુપની વેલ્ટૂએશનને લઈને) પણ ઉઠાવ્યા હતા. ઇન્વેસ્કોએ તે પણ કહ્યું હતું કે ડીલ તેમની સાથે કે તેમના વગર પૂરી થઈ શકે છે. પરંતુ ઇન્વેસ્કોનું માનવું હતું કે વિલય બાદ બનનારી કંપનીનું નેતૃત્વ કરવા માટે પુનીત ગોયનકા સૌથી યોગ્ય છે અને તેમની ગેરહાજરી શેરધારકોના મૂલ્યને ઓછુ કરી દેશે. ઇન્વેસ્કોએ વારંવાર ગોયનકાને યાદ અપાવ્યું કે જો તેમણે સોદાને આગળ વધારવાથી ઇનકાર કરી દીધો તો તેમણે અને તેમના પરિવારને નુકસાન થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે