ચંડાળ ચોકડી! સુરતમાં 4 ડોક્ટરો એકબીજાની ફિયાન્સ સાથે રાતો ગુજારતા, પાટીદાર ડોક્ટર યુવતીએ...

Surat News : સુરતમાંથી એક ગજબની ઘટના સામે આવી છે. સમાજને શરમમાં મુકે તેવી ઘટના સુરતમાં બની છે. શહેરમાં ચાર ડોક્ટર મિત્રોની સગાઈ થઈ ગઈ હતી, પરંતુ તેમને ફિયાન્સીની સ્વાઈપ કરવાનો શોખ ચડ્યો હતો. એક ડોક્ટર યુવતીના વિરોધ વચ્ચે આ ઘટના સામે આવી છે. જાણી લો શું છે આ ચકચારી કેસની વિગતો..આ સમાજ માટે એક શરમજનક ઘટના છે. 

ચંડાળ ચોકડી! સુરતમાં 4 ડોક્ટરો એકબીજાની ફિયાન્સ સાથે રાતો ગુજારતા, પાટીદાર ડોક્ટર યુવતીએ...

સુરતઃ તમે સોશિયલ મીડિયાના જમાનામાં આ પ્રકારની વાતો સાંભળતા હશો અને જોતા પણ હસો પણ ગુજરાતના સુરતમાં ભણેલા ગણેલા યુવાનોએ લાજ મર્યાદા નેવે મૂકી છે. ખરેખર વાંચીને એમ થાય કે શું મા બાપ આ માટે ભણાવતા હતા. આ વ્યક્તિઓ સમાજમાં કયા સંસ્કારોનું સિંચન કરી રહ્યાં છે. આખા સમાજને શરમમાં મુકે તેવો કિસ્સો સુરતમાં બન્યો છે. આ કિસ્સો સાબિત કરે છે કે બાળકોમાં સોશિયલ મીડિયા અને ફિલ્મોનું દૂષણ વધ્યું છે. 

4માંથી 3 મિત્રોની ફિયાન્સી તો આ માટે તૈયાર થઈ ગઈ

સુરતની ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા 4 મિત્રોની સગાઈ થઈ ગઈ હતી. હવે આ 4 મિત્રોને એકબીજાની ફિયાન્સીની સ્વાઈપ કરવાનો જબરો શોખ ચડ્યો... માલદાર પરિવારોમાં વાઈફ સ્વેપિંગના કિસ્સાઓ તો આપણે સાંભળ્યા છે પણ અહીં તો ફિયાન્સી સ્વાઈપ કરવાની આ લોકોએ શરૂઆત કરી હતી. સૌથી મોટી બાબત એ છે કે 4માંથી 3 મિત્રોની ફિયાન્સી તો આ માટે તૈયાર થઈ ગઈ પણ ડોક્ટર યુવતીએ ઈન્કાર કરતાં આખરે મામલો બહાર આવ્યો... 

શરમજનક ઘટના સુરતમાં

હજુ તમારા લગ્ન પણ થયા નથી શું ભરોસો કે એ વ્યક્તિ તમારી સાથે લગ્ન કરશે. એ તમારી પર ભરોસો મૂકી શકશે કે તમે લગ્ન પહેલાં જ એના મિત્રના બિસ્તર ગરમ કરતા હતા. આજની યુવા પેઢીને આ નવો શોખ જાગ્યો છે. સુરતનો તો આ એકમાત્ર કેસ છે આ પ્રકારની ઘટના સમાજમાં બનતી હશે પણ બહાર આવતી નહીં હોય... અહીં ફિયાન્સને બીજા મિત્ર પાસે રાત ગુજારવા મોકલવાની વાત છે. લગ્ન એ પવિત્ર બંધન ગણાય છે. તમે સાત ફેરા લઈને સાત વચનો આપો છે. અહીં તો લગ્ન પહેલાં જ સંબંધોના ધજાગરા ઉડાડવાના શરૂ થયા હતા. 

સૌરાષ્ટ્રના આ ચારેય ડોક્ટરોની સગાઈ થઈ હતી

સુરત શહેરના આ ચારેય ડોક્ટરોની ઉંમર 24થી 28 વર્ષ સુધીની છે. તમામે MBBS સુધીનો અભ્યાસ કર્યો છે. મૂળ સૌરાષ્ટ્રના આ ચારેય ડોક્ટરોની સગાઈ થઈ હતી. તેઓ ધોરણ 11 સાયન્સમાં સાથે અભ્યાસ કરતા હતા ત્યારથી તેમની વચ્ચે મિત્રતા થઈ હતી. આ પૈકી બે યુવતી આઈટી સેક્ટરમાં છે અને એક યુવતી પેરામેડિકલમાં નર્સ તરીકે કામ કરી રહી છે. 

યુવતીએ સમાજના અગ્રણી સાથે કર્યો વાર્તાલાપ

યુવતીઓ કેવી રીતે તૈયાર થઈ એ સૌથી મોટો સવાલ છે. યુવકનું મન એવું હોય છે કે એક જગ્યાએ ભાગ્યે જ ટકતું હોય છે. લગ્ન પહેલાં છોકરા અને છોકરીઓની અનેક ગર્લફ્રેન્ડ હોય છે. લગ્ન પછી પણ ઘણા આડાસંબંધો રાખતા હોય છે પણ જ્યારે આ બાબતનો ખુલાસો થાય ત્યારે મહાભારત, રામાયણ થતી હોય છે. ગુજરાતના સુરતમાં તો ચાર મિત્રો પોતાની ફિયોન્સીને બીજા સાથે સ્વાઈપ કરતા 4 આ એક હતા. જેમાંથી એક યુવતીએ કંટાળીને શહેરના પાર્ટીદાર સમાજના અગ્રણી પાસે જઈને પોતાની વ્યથા ઠાલવી તો સમગ્ર મામલો બહાર આવ્યો છે.

લોક જાગૃતિ જરૂરી

આ કહેવાતી ચંડાળ ચોકડીમાં એક યુવકની ફિયાન્સી એક યુવતી ડોક્ટર છે. 3 યુવતીઓને આ મિત્રોએ કોઈ પણ રીતે મનાવી લીધી હતી. પરંતુ અન્ય ડોક્ટર યુવતી આ બાબતે સહમત થતી ન હતી. તેને તેના ફિયાન્સ દ્વારા બળજબરીપૂર્વક અન્ય ત્રણ મિત્રો પાસે મોકલવામાં આવતી હતી. સમગ્ર કિસ્સો સમાજના મોભી સુધી પહોંચ્યો હતો. પછી અંતે યુવતીએ સગાઈ તોડી હતી. ખરેખર સોશિયલ મીડિયાનો પ્રભાવ ક્યાં સુધી પહોંચ્યો છે આ એકમાત્ર કિસ્સો સાબિત કરી રહ્યો છે. સોશિયલ મીડિયા આવી માનસિક વિકૃતિનું પરિણામ છે. સામાજીક દ્રષ્ટિએ વખોડવા પાત્ર છે. લોક જાગૃતિ જરૂરી છે.

સુરતમાં દૈનિક પેપરમાં છપાયો અહેવાલ

મીડિયામાં વાયરલ થયેલા આ સમાચારે આજે સુરત સહિત ગુજરાત ભારે ચર્ચા જગાવી છે. જોકે, આ કેસમાં કોઈ ઓફિશિયલ ફરિયાદ થઈ ન હોવાથી આ મામલે સત્તાવાર વિગતો કોઈની પાસે નથી પણ સુરતમાં દૈનિક પેપરોમાં છપાયેલા અહેવાલોને પગલે આ સમાચાર ચર્ચામાં રહ્યાં છે. આ બાબતે કોઈ ચીંટિંગની ફરિયાદ કરે તો પોલીસ પણ આ કેસમાં રસ લે પણ સામાજિક સ્તરે જોડાયેલો આ કેસ હોવાથી સૌએ આ મામલે ચૂપકીદી સેવી લીધી છે પણ સુરતમાં કયા ડોક્ટર અને કોણ છોકરીઓ છે એ સૌ કોઈ જાણવા માગે છે પણ હાલમાં આ મામલે કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news