અમદાવાદમાં ચાર બાળકની માતા પર સામૂહિક બળાત્કાર, ત્રણ આરોપીની ધરપકડ

ગુજરાતમાં દુષ્કર્મનાં કિસ્સાઓ ચિંતાજનક હદે સતત વધારો થઇ રહ્યો છે. શહેરના સરદાર નગરમાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ચાર સંતાનની માતાને પ્રેમીએ ઘરે બોલાવી અને પોતાના ઘરે ન જવા દીધી, બાદમાં કેફી પીણું પીવડાવી પ્રેમી અને બે મિત્રોએ બળાત્કાર ગુજાર્યો હતો

અમદાવાદમાં ચાર બાળકની માતા પર સામૂહિક બળાત્કાર, ત્રણ આરોપીની ધરપકડ

ઉદય રંજન/ અમદાવાદ: ગુજરાતમાં દુષ્કર્મનાં કિસ્સાઓ ચિંતાજનક હદે સતત વધારો થઇ રહ્યો છે. શહેરના સરદાર નગરમાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ચાર સંતાનની માતાને પ્રેમીએ ઘરે બોલાવી અને પોતાના ઘરે ન જવા દીધી, બાદમાં કેફી પીણું પીવડાવી પ્રેમી અને બે મિત્રોએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ત્રણેય નરાધમોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

દહેગામમાં આવેલા એક ગામમાં રહેતી ૩૦ વર્ષીય યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની. આ મહિલા પરિણીત છે અને તેને ચાર સંતાનો છે. પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો અને તેના કારણે તે મહિલા ભિક્ષા વૃત્તિ કરતા. સાથે હમણાંથી દાણીલીમડા ખાતે એક કારખાનામાં નોકરીએ જતી. ભિક્ષા વૃત્તિ દરમિયાન આ મહિલા મહેશ ઉર્ફે પ્રેમ નામના યુવકના પ્રેમમાં પડી હતી. કુબેર નગરમાં રહેતા મહેશ ઉર્ફે પ્રેમ સિંધી સાથે મહિલાને એક મહિનાથી પ્રેમસંબંધ હતો.

આ યુવતી તેના પ્રેમી મહેશના ઘરે બે વખત ગયેલી હતી અને તેના પ્રેમીના ઘરમાં બીજો એક લંબુ નામનો માણસ પણ રહેતો હતો. ગત 31મી તારીખે આ યુવતી તેના ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળી હતી અને બાદમાં 10 વાગ્યે નરોડા ખાતે આવી હતી. ત્યાં તેને તેના પ્રેમી મહેશ ઉર્ફે પ્રેમના ઘરે લંબુ નામનો યુવક રિક્ષામાં બેસાડી લાવ્યો હતો. આખો દિવસ તે મહેશના ઘરે રોકાઇ હતી અને રાત્રે મોડું થતાં તેને મહેશને ઘરે જવાનું કહ્યું હતું પરંતુ મહેશે કહ્યું કે ઘરે જવાનું નથી અને અહીં જ રહેવાનું છે.

તેમ કહી ઘરનો દરવાજો બંધ કરી દઈ પ્રેમી અને તેના બે મિત્રોએ બળાત્કાર ગુજાર્યો. મહિલાના પ્રેમી સાથે હાર્દિક પંડ્યા અને સુમિત ઠાકોર નામના બે લોકો અહીંયા હાજર હતા. તે રાત્રીએ આ યુવતી સાથે તેનો પ્રેમી મહેશ સુઈ ગયો હતો અને તેને સોડા પીવડાવી હતી. જે સોડા પીતા આ યુવતી અર્ધ બેભાન થઈ ગઈ હતી. બાદમાં મહેશ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં મહેશ ઊઠીને બહાર ગયો હતો અને થોડીવાર પછી મહેશનો મિત્ર હાર્દિક પંડ્યા તેમજ સુમિત ઠાકોર પણ આ રૂમમાં આવ્યા અને જબરજસ્તીથી આ મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

બાદમાં વહેલી સવારે પાંચ વાગ્યે મહેશ ઉર્ફે પ્રેમએ યુવતીને છોડી આવવા કહ્યું. જેથી લંબુ નામનો યુવક યુવતીને નોબલ નગર ખાતે છોડી દીધી. બાદમાં રોડ ઉપરથી પસાર થતી હતી તે સમયે તેને પેટમાં અને ગુપ્ત ભાગે દુખાવો થતો હતો. જેથી તે ત્યાં બેસી ગઈ હતી સવારે તેણે તેના માનેલા ભાઇને ફોન કર્યો હતો અને ત્યાં આવે તે પહેલાં જ ત્યાં તેને તેમના સમાજના એક બહેન મળી આવ્યા હતા અને તેને આ હકીકતની જાણ કરી હતી.

બાદમાં આ મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને બીજી તરફ સરદાર નગર પોલીસને ઘટનાની જાણ થઈ હતી. સરદાનગર પોલીસે ત્રણ લોકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી. ક્રાઇમ બ્રાન્ચે પણ ઘટનાની ગંભીરતા દાખવી આરોપીઓ શોધ્યા અને ત્રણેયની ધરપકડ કરી. આરોપીઓને કડક સજા મળે તે માટે સાયન્ટિફિક પુરાવા પણ પોલીસ એકત્રિત કરી કડક સજા અપાવવા કાર્યવાહી કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news