ગણપત વસાવાએ AAP પર કર્યો પ્રહાર, કહ્યું; દિલ્હીના ઠગોની એક જ વાત સાચી છે, યુવાનોને બરબાદ કરવા માટે...'

પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું કે, દિલ્હીની સરકાર સ્કૂલોની વાત કરે છે પણ હું જાતે દિલ્હીમાં અભ્યાસ કરવા માટે ગયો છું ત્યાં કેવી શાળાઓ છે મને ખબર છે. તમામ જુઠ્ઠાણાં ચલાવવાનું કામ દિલ્હીના ઠગ લોકો કરી રહ્યા છે.

ગણપત વસાવાએ AAP પર કર્યો પ્રહાર, કહ્યું; દિલ્હીના ઠગોની એક જ વાત સાચી છે, યુવાનોને બરબાદ કરવા માટે...'

સુરત: ચૂંટણીના વર્ષમાં એક પછી એક નેતાઓ પોતાના નિવેદનબાજીથી ચર્ચામાં રહે છે. ત્યાર ભાજપનું કટ્ટર હરીફ ગણાતું આમ આદમી પાર્ટી પર હવે ભાજપના નેતાઓ નિવેદનબાજી કરી રહ્યા છે. આજે પૂર્વમંત્રી ગણપતસિંહ વસાવાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા સુરતમાં માંગરોળના ઝંખવાવ ખાતે ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રામાં હાજર રહ્યા હતા. વસાવાએ તેમના પ્રવચનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. 

પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું કે, દિલ્હીની સરકાર સ્કૂલોની વાત કરે છે પણ હું જાતે દિલ્હીમાં અભ્યાસ કરવા માટે ગયો છું ત્યાં કેવી શાળાઓ છે મને ખબર છે. તમામ જુઠ્ઠાણાં ચલાવવાનું કામ દિલ્હીના ઠગ લોકો કરી રહ્યા છે. દિલ્હીના ઠગોની એક જ વાત સાચી છે કે તેઓ યુવાનોને બરબાદ કરવા માટે દારૂની સ્ક્રીમ લાવ્યા છે. એક દારૂની બોટલ ખરીદો તો બીજી દારૂની બોટલ મફત આપવાની સ્કીમ માત્ર દિલ્હીના ઠગોની સાચી છે.

પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી. માંગરોળના ઝંખવાવ ખાતે ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રેણુકા સિગ,સાંસદ જસવંતસિંહ ભાંભોર હાજર રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news