AYESHA ને ભુલી ગયા? આયેશા આત્મહત્યા કેસમાં આવ્યો એક વધારે ચોંકાવનારો વળાંક !
ગુજરાત બ્રેકીંગ અમદાવાદ શહેરના ચકચારી આયેશા આત્મહત્યા કેસ, આરોપી પતિ આરીફની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ,ચુકાદો અનામત
Trending Photos
અમદાવાદ : અમદાવાદની આયેશા નામની યુવતીએ આત્મહત્યા કરતા પહેલા બનાવેલો એક વીડિયો રાષ્ટ્રીય સ્તરે વાયરલ થયો હતો. જો કે યુવતીએ આત્મહત્યા કરી લેતા તેના પતિ પર સમગ્ર દેશમાંથી ફિટકાર વરસાવવા લાગ્યો હતો. મામલો એટલો હાઇપ્રોફાઇલ બન્યો હતો કે, પોલીસ પર તેના પતિને ઝડપી લેવા માટે ખુબ જ દબાણ થયું હતું. આખરે પોલીસે તેના પતિને ઝડપી લીધો હતો. તેના સ્ટેટસ મુદ્દે પણ ખુબ જ હોબાળો થયો હતો. જો કે હવે આ સમગ્ર કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે.
અમદાવાદ શહેરના ચકચારી આયેશા આત્મહત્યા કેસમાં હવે મામલો કોર્ટ સુધી પહોંચી ચુક્યો છે. આયેશાના પતિ દ્વારા ફરી જામીન અરજી કરી હતી. જો કે કોર્ટે આ સમગ્ર મુદ્દે સુનાવણી કરતા આરોપી પતિ આરીફની જામીન અરજી પર સુનાવણી પુર્ણ થઇ ગઇ છે, ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. આરોપી પતિ આરીફની જામીન અરજી અંગેનો ચુકાદો અનામત રાખી લીધો છે. અત્રે નોંધનીય છે કે, આરીફનાં જામીન અંગે આયેશેના પતિ અને સરકાર બંન્ને દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
પીડિત પરિવાર દ્વારા કોર્ટમાં વાંધા અરજી કરવામાં આવી હતી. આયેશાના વકીલ દ્વારા જણાવાયું કે, જો તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ગુજરાત છોડીને જતો રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત તે પુરાવાનો નાશ કરે તેવી પણ શક્યતા છે. જેના કારણે તેને જામીન નહી આપવા માટે અપીલ કરવામાં આવી હતી. આત્મહત્યા પહેલા વીડિયોમાં પતિને દોશી આયેશા દ્વારા ઠેરવવામાં આવ્યો છે. તેવામાં સરકાર અને આયેશા બંન્નેના પરિવાર જામીન ન આપવામાં આવે તેવી અપીલ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે