ઇતિહાસમાં પ્રથમવાર AMCની પ્રોપટી ટેક્સની આવક કરોડોને પાર

નાણાંકીય વર્ષ 2018-19નો અંતિમ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સની કુલ આવક 1200 કરોડને પાર પહોંચી ગઇ છે. અને તેમાં પણ એએમસીના ઇતિહાસમા પ્રથમવાર પ્રોપર્ટી ટેક્સની આવક 950 કરોડને આંબી ગઇ છે. જ્યારે મોડીરાત સુધી ચાલનારી ટેક્સ કલેક્શનની કાર્યવાહીમાં પ્રોપર્ટી ટેક્સની આવકનો આંકડો 955 કરોડ સુધી પહોંચી શકે છે.

ઇતિહાસમાં પ્રથમવાર AMCની પ્રોપટી ટેક્સની આવક કરોડોને પાર

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: નાણાંકીય વર્ષ 2018-19નો અંતિમ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સની કુલ આવક 1200 કરોડને પાર પહોંચી ગઇ છે. અને તેમાં પણ એએમસીના ઇતિહાસમા પ્રથમવાર પ્રોપર્ટી ટેક્સની આવક 950 કરોડને આંબી ગઇ છે. જ્યારે મોડીરાત સુધી ચાલનારી ટેક્સ કલેક્શનની કાર્યવાહીમાં પ્રોપર્ટી ટેક્સની આવકનો આંકડો 955 કરોડ સુધી પહોંચી શકે છે.

રૂપિયા 7550 કરોડ કરતા વધારેનું વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનો સૌથી મોટો આધાર ટેક્સની આવક છે. વર્ષ 2018-19નું નાણાકીય વર્ષ પૂર્ણ થઇ ચૂક્યુ છે. ત્યારે ચાલુ વર્ષનો રૂપિયા 950 કરોડની આવકનો લક્ષ્યાંક એએમસીને પૂર્ણ કરી દીધો છે. એએમસીના ઇતિહાસમાં પ્રથમ વાર પ્રોપર્ટી ટેક્સની આવક રૂ 955 કરોડે પહોંચી છે. જેને પૂર્ણ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અત્યંત કડક વલણ અપનાવ્યુ છે.

કોંગ્રેસ પાસે કોઇ વિકલ્પ નથી માટે 4 વર્ષ જુનો વીડિયો વાયરલ કર્યો: મોહન કુંડારિયા

જે અંતર્ગત પાછલા 3 મહીનામાં જ શહેરભરમાં 15000થી વધુ અને સમગ્ર વર્ષ દરમ્યાન 35000થી વધુ ધંધાકીય મિલ્કતો સીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં 150 કરોડ જેટલી પ્રોપર્ટી ટેક્સની વધુ આવક થઇ છે. જ્યારે પ્રોફેશનલ અને વ્હીકલ ટેક્સની આવકમાં પણ ધરખમ વધારો થયો છે.

લોકસભા ચૂંટણી 2019: છોટાઉદેપુર બેઠક પર ભાજપે પ્રથમવાર મહિલા ઉમેદવારને આપી ટીકીટ

તો બીજી તરફ ચાલુ વર્ષે પાછલા વર્ષોનો બાકી ટેક્સ ન ભરનારા લોકો માટે વ્યાજ માફીની યોજના અમલમાં ન મૂકવાના મુદ્દે પણ તંત્ર અત્યંત કડક છે. અધિકારીનું કહેવુ છે કે, વ્યાજમાફીની યોજનાનો કેટલાય લોકો ગેરલાભ લે છે. પરીણામે મ્યુનિસિપલ તંત્રને વધુ આર્થિક નુંકશાન થાય છે. જેના કારણે અનેક માંગણી છતા પણ મ્યુનિસિપલ કમિશ્નરે આ વર્ષે વ્યાજમાફીની યોજનાનો અમલ નથી કર્યો.

ઝોન માર્ચ-2018 માર્ચ-19 (તમામ આવક કરોડમાં)
મધ્ય 113.68  137.08
ઉત્તર 73.30 81.67
દક્ષિણ 88.40  92.14
પૂર્વ 86.73 90.13
પશ્ચિમ 217.51 262.45
નવા પશ્ચિમ 225.93 286.96
કુલ 805.54 950.43

મહત્વનું છે કે, કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદથી વિજય નેહરાએ બાકી ટેક્સની વસુલાત કરવા કડક ઝુંબેશ શરૂ કરી હતી. જેના કારણમે રૂપિયા 950 કરોડનો આવકનો અંદાજ મેળવી શકાયો છે. ત્યારે ટેક્સની આ રકમનો ઉપયોગ લોકપયોગી કાર્યો માટે મહત્તમ રીતે થાયએ પણ એટલી જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news