સમગ્ર દેશમાં EVM ઉપયોગ થવાનો છે ત્યારે આ સીટ પર બેલેટ પેપરથી થશે ચૂંટણી

તેલંગાણાની નિઝામાબાદ સીટથી મુખ્યમંત્રી કેસીઆરની પુત્રી વિરુદ્ધ લોકસભા ચૂંટણી 2019માં લડી રહેલા ખેડૂતો સોમવારે પ્રચાર અભિયાનની શરૂઆત કરશે

સમગ્ર દેશમાં EVM ઉપયોગ થવાનો છે ત્યારે આ સીટ પર બેલેટ પેપરથી થશે ચૂંટણી

હૈદરાબાદ : દેશમાં એક તરફ જ્યારે ઇવીએમ અને બેલેટ પેપર દ્વારા ચૂંટણી ચાલી રહી છે, ત્યારે લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019)માં એક સીટ એવી પણ છે જે જ્યાં ઇવીએમથી નહી બેલેટ પેપર દ્વારા ચૂંટણી થશે. તેલંગાણાની નિઝામાબાદ સીટ પર બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે. ત્યારે બીજી મોટી વાત છે કે તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખ રાવની પુત્રી ચૂંટણી લડી રહી છે. 

હવે સવાલ એ છે કે આખરે આ સીટ પર ઇવીએમનાં બદલે બેલેટ પેપરથી ચૂંટણી કેમ નથી થઇ રહી. તેનું મોટુ કારણ છે કે આ સીટ પર જરૂર કરતા વધારે ઉમેદવાર  છે. નિઝામાબાદ લોકસભા સીટ પર 185 ઉમેદવાર મેદાનમાં છે. આ કારણે ચૂંટણી પંચને અહીં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવી પડી રહી છે. જો અહીં ઇવીએમ અને વીવીપેટ નો ઉપયોગ કરવામાં આવે તો દરેક બુથ પર 3-3 મશીનોનો ઉપયોગ કરવો પડશે. એટલા માટે નિર્ણય લેવામાં આવ્યો કે અહીં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવામાં આવે. 

કે.ચંદ્રશેખર રાવની પુત્રી છે ચૂંટણી મેદાનમાં
આ સીટથી મુખ્યમંત્રી કેસીઆરની પુત્રીના કવિતા ચૂંટણી  મેદાનમાં છે. 2014માં પણ આ સીટજ જીતી હતી. ત્યારે તેમણે કોંગ્રેસનાં યાક્ષી ગૌડને હરાવ્યા હતા. આ વખતે પણ તેની ટક્કર કોંગ્રેસનાં યાક્ષી ગૌડ સામે જ છે. 

ખેડૂત ઉમેદવાર પણ મેદાને
તેલંગાણાના નિઝામાબાદ લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા ખેડૂતો પણ સોમવારથી પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. ખેડૂતો પોતાનાં પાકનાં વ્યાજબી ભાવ સુનિશ્ચિત કરવાની માંગ મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પોતાની વચ્ચે એક ઉમેદવાર પસંદ કરીને તેમના માટે સમર્થન માંગ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news