નવસારીની નદીઓમાં પૂર આવ્યું :પાણીમાં ફસાયેલા આહીર પરિવાર માટે દેવદૂત બન્યા મજૂરો

Gujarat Rain Update : નવસારીના મંદિર પાસે ગરનાળામાં કાર ફસાઈ... ગરનાળામાંથી પસાર થતાં સમયે વરસાદી પાણી વધતાં કાર ડૂબી ગઈ... કારમાં સવાર 4 લોકોનું ભારે પ્રયાસ બાદ કરાયું રેસ્ક્યુ ઓપરેશન..

નવસારીની નદીઓમાં પૂર આવ્યું :પાણીમાં ફસાયેલા આહીર પરિવાર માટે દેવદૂત બન્યા મજૂરો

Navsari Rain : 2 જુલાઈ સુધી ગુજરાતમાં હજુ ભારે વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે. જોકે ચોમાસું અનિયમિત રહેશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી દીધી છે. ત્યારે આવા ધોધમાર વરસાદ વચ્ચે નવસારીના મંદિર પાસે ગરનાળામાં કાર ફસાઈ હતી. ગરનાળામાંથી પસાર થતાં સમયે વરસાદી પાણી વધતાં કાર ડૂબી ગઈ હતી. જેથી કારમાં સવાર 4 લોકોનું ભારે પ્રયાસ બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું. 

બન્યુ એમ હતું કે, નવસારીના મંદિર પાસે ગરનાળામાં કાર ફસાઈ હતી. ગરનાળામાંથી પસાર થતાં સમયે વરસાદી પાણી વધતાં કાર ડૂબી ગઈ ગઈ હતી. નવસારી ના મંદિર ગામ નજીક ગરનાળામાં કાર ફસાવાની ઘટના બની હતી. રેલવે ગરનાળામાં બાજુમાં જમીન હોવાથી માટને કારણે રસ્તો લપસણો બન્યો હતો. આ કાર સવારે 6 વાગ્યા આસપાસ ગરનાળામાં ઉભી હતી અને બાદમાં સ્લીપ થઈ જતાં કાર પાણીમાં જતી રહી હતી. 

કારમાં સવાર જલાલપોરના કોઠા ગામના આહીર પરિવારના ચાર સભ્યો ફસાયા હતા. જેમાં બે મહિલા, એક વિદ્યાર્થી અને એક ચાલક હતા. પાઇપ બનાવતા યુનિયન બે મજૂરોએ બૂમો સાંભળી હતી. જેથી તેઓ મદદે દોડી આવ્યા હતા. તેઓએ કારમાં ફસાયેલા આહીર પરિવારને બચાવ્યો હતો. સ્થાનિક મજૂરો સહિત નવસારી ફાયારની ટીમ પણ પહોંચી હતી. એક કલાક ની જેહમત બાદ પરિવારને સુરક્ષિત રેસ્કયું કરી બાહર કાઢ્યો, બાદમાં કારને પણ પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 30, 2023

 

તો બીજી તરફ, નવસારીના પૂર્વ પશ્ચિમને જોડતા પ્રકાશ ટોકીઝ ગરનાળામાં પાણી ભરાયા છે. ન જાણે આજે કેટલાય લોકો અટવાયા છે. પાણીના નિકાલ માટે નગરપાલિકાએ મુકેલો પંપ ફેલ થયો હતો. જેથી પૂર્વ અને પશ્ચિમમાં આવન જવા માટે એકમાત્ર માર્ગ છે તે પણ  બંધ થયો છે. એક કિલોમીટરનો ચકરાવો ફરવા લોકો મજબૂર બનયા છે. 

નવસારીની નદીઓમાં પૂર આવ્યું
નવસારીમાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર આવ્યુ છે. ભારે વરસાદથી ઔરંગા નદી ગાંડીતૂર બની છે. નાંધાઈ-મરલાને જોડતો ગરગડિયા લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. તો ખેરગામ સહિત ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર આવ્યું છે. તો બીજી તરફ, નવસારીમાં ધોધમાર વરસાદથી કાવેરી નદીમાં પૂર આવ્યુ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ચીખલીમાં કાવેરી નદી ગાંડીતૂર બની છે. કાવેરી નદી પરના અનેક ચેકડેમ પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યમાન થાય છે. 

 

 

ચીખલીમાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયા છે. તેથી લોકોને નદી કાંઠે ના જવા માટે સૂચના અપાી છે. ધોધમાર વરસાદથી કાવેરી નદીમાં જળસપાટી 2 ફુટ વધી ગઈ છે. ચીખલી-ગોલવાડને જોડતો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. કાવેરી નદીમાં પૂર વચ્ચે લોકો જીવના જોખમે લાકડા વીણતા નજરે પડ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news