coronavirus: અમદાવાદમાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ આવ્યો સામે

પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. એક મહિલા હાલમાં થાઈલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરીને પરત ફરી હતી.

coronavirus: અમદાવાદમાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ આવ્યો સામે

અતુલ તિવારી, અમદાવાદઃ ચીનમાં કોરોના વાયરસ ફેલાયા બાદ વિશ્વભરમાં આ વાયરસને લઈને ડરનો માહોલ છે. અત્યાર સુધી અનેક દેશોમાં આ વાયરસ ફેલાઇ ચુક્યો છે. ત્યારે હવે આ કોરોના વાયરસ ગુજરાતમાં પહોંચી ગયો હોય તેવી આશંકા છે. અમદાવાદમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. 28 વર્ષિય એક મહિલાને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મહિલાની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે. 

પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. એક મહિલા હાલમાં થાઈલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરીને પરત ફરી હતી. આ મહિલામાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યાં છે. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ મહિલાના સેમ્પલ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા છે. આજે સાંજે આ મહિલાને શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. 

હાલ આ કેસ શંકાસ્પદ હોવાનું સામે આવી રહ્યું છે. હવે મહિલાના સેમ્પલના રિપોર્ટ આવે ત્યારબાદ ખ્યાલ આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news