CSA: ફાફ ડુ પ્લેસિસે છોડી દક્ષિણ આફ્રિકાની કમાન, જણાવ્યું આ કારણ


Cricket South Africa: ફાફ ડુ પ્લેસિસે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. 
 

CSA: ફાફ ડુ પ્લેસિસે છોડી દક્ષિણ આફ્રિકાની કમાન, જણાવ્યું આ કારણ

જોહનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસે સોમવારે તત્કાલ પ્રભાવથી ટેસ્ટ અને ટી20 ટીમોમાં કેપ્ટનશિપ છોડી દીધી છે. ડુ પ્લેસિસને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો હતો, જેને સાઉથ આફ્રિકાની ટીમે રવિવારે 1-2થી ગુમાવી દીધી હતી. 

ડુ પ્લેસિસે આ નિર્ણય ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શરૂ થનારી ટી20 સિરીઝના એક સપ્તાહ પહેલા લીધો છે. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલની સિરીઝ માટે વિકેટકીપર ડિ કોકને વનડે ટીમની આગેવાની સોંપી દીધી હતી. 

35 વર્ષીય ડુ પ્લેસિસે કહ્યું કે, તેમણે આ નિર્ણય એટલા માટે લીધો જેથી સાઉથ આફ્રિકાને નવો યુગ શરૂ કરવામાં મદદ મળે. ડુ પ્લેસિસે એક નિવેદનમાં કહ્યું, 'હું ટેસ્ટની બાકી સિઝન અને ટી20 વિશ્વકપ માટે દક્ષિણ આફ્રિકાની ટીમની આગેવાની કરવાનું પસંદ કરતો હતો પરંતુ ક્યારેક-ક્યારેક કોઈ લીડરનો સૌથી મહત્વનો ગુણ નિઃસ્વાર્થ હોવું હોય છે.'

B'day Special: 31 બોલમાં ફટકારી હતી સદી, આજે પણ અજેય છે એબીનો આ વર્લ્ડ રેકોર્ડ   

તેણે કહ્યું, 'હું સ્વસ્થ, ફિટ, ઉર્જાવાન અને પ્રેરિત છું અને ચોક્કસપણે જ્યાં સુધી સંભવ થઈ શકશે, ટીમ માટે જીતમાં યોગદાન આપવાનું જારી રાખીશ.' ફાફ ડુ પ્લેસિસે કરિયરમાં અત્યાર સુધી 65 ટેસ્ટ, 143 વનડે અને 44 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેના નામે ટેસ્ટમાં 3901, વનડેમાં 5505 અને ટી20 આંતરરાષ્ટ્રીયમાં 1363 રન નોંધાયેલા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news