અરવિંદ કેજરીવાલે કરી મંત્રાલયોની વહેંચણી, પોતાની પાસે કોઇ પોર્ટફોલિયો રાખ્યો નહી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણના એક દિવસ બાદ સોમવારે પોતાનો કાર્યભાર સંભાળતાં જ મંત્રાલયોની વહેંચણી કરી દીધી છે. અરવિંદ કેજરીવાલે પોતાની પાસે કોઇ મંત્રાલય રાખ્યું નથી. દિલ્હી જલ બોર્ડની જવાબદારી સત્યેન્દ્ર જૈનને આપી છે. પર્યાવરણ મંત્રાલય કૈલાશ ગેહલોત રાય સંભાળશે.

અરવિંદ કેજરીવાલે કરી મંત્રાલયોની વહેંચણી, પોતાની પાસે કોઇ પોર્ટફોલિયો રાખ્યો નહી

નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણના એક દિવસ બાદ સોમવારે પોતાનો કાર્યભાર સંભાળતાં જ મંત્રાલયોની વહેંચણી કરી દીધી છે. અરવિંદ કેજરીવાલે પોતાની પાસે કોઇ મંત્રાલય રાખ્યું નથી. દિલ્હી જલ બોર્ડની જવાબદારી સત્યેન્દ્ર જૈનને આપી છે. પર્યાવરણ મંત્રાલય કૈલાશ ગેહલોત રાય સંભાળશે. મહિલા તથા વિકાસ મંત્રાલય મનીષ સિસોદિયાની જગ્યાએ રાજેન્દ્ર પાલ ગૌતમને આપી દેવામાં આવ્યું છે.  

દિલ્હીના મુખ્યમંત્રીના રૂપમાં કેજરીવાલનો આ સતત ત્રીજો કાર્યકાળ છે. મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, રાજેન્દ્ર પાલ ગૌતમ, ઇમરાન હુસૈન અને ગોપાલ રાય સહિત તેમના મંત્રીમંડળના સભ્યોએ પણ દિલ્હી સચિવાલયમાં કાર્યભાર સંભાળી લીધો. 

કેબિનેટ મંત્રી ગોપાલ રાયે સોમવારે સચિવાલયમાં પોતાના કાર્યકાળમાં પહોંચ્યા બાદ કહ્યું કે 'અમારી પ્રાથમિકતા બે વસ્તુઓ પર નિર્ભર રહેશે. પહેલી ગત પાંચ વર્ષોની યોજનાઓ અને નીતિઓ ચાલુ રાખવી છે. તેમણે કહ્યું કે બીજું કેજરીવાલજીએ કેમ્પેન દરમિયાન એક ગેરેન્ટી કાર્ડ જાહેર કર્યું હતું અને હવે અમે તેમાં કરવામાં આવેલા વાયદાઓને લાગૂ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news