દમણ: ભાજપનાં કોર્પોરેટર પર ફિલ્મી સ્ટાઇલે ધડાધડ ફાયરિંગ, સારવાર બાદ મોત

દમણનાં કોર્પોરેટર સલીમ મેમણ પર ધોણા દિવસે ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. ફાયરિંગની ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઇ છે. 

દમણ: ભાજપનાં કોર્પોરેટર પર ફિલ્મી સ્ટાઇલે ધડાધડ ફાયરિંગ, સારવાર બાદ મોત

જય પટેલ/દમણ : દમણનાં કોર્પોરેટર સલીમ મેમણ પર ધોણા દિવસે ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. ફાયરિંગની ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઇ છે. દમણનાં ખારીવાડ વિસ્તારમાં આવેલા એક મિત્રનાં શોરૂમ પર બેઠા હતા ત્યારે ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. શોરૂમમાં ફાયરિંગનાં પગલે આસપાસનાં વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. જ્યારે કોર્પોરેટરને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે ફાયરિંગ કર્યા બાદ અજાણ્યા શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા છે. ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં જ તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ભાજપના કોર્પોરેટર સલીમ મેમણ પર ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ફાયરિંગની ઘટના બાદ પોલીસ પોલીસ દોડતી થઇ છે. એક તો નાનકડું શહેર અને તેમાં ફાયરિંગ ઉપરાંત ભાજપનાં કોર્પોરેટર પર ફાયરિંગ થતા પોલીસ દોડતી થઇ છે. ફાયરિંગ કરનારાઓ ધડાધડ 3 ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ સલીમ મેમણને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ જવાયા છે. પોલીસનો ખડકલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news