ગુજરાતને આગ સાથે શુ નાતો છે? સુરત-રાજકોટમાં બસ સળગવાના બનાવો બન્યા

ગુજરાતના આગકાંડ સાથે શુ નાતો છે. ઉનાળાની મોસમમાં આગના બનાવ બને તો સમજી શકાય. પરંતુ ઠંડીની મોસમમા આગના બનાવ બની રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે, ગુજરાતને આગની ઘટનાઓ સાથે શુ નાતો છે. આખરે આ શાના સંકેત છે. ગુજરાતમાં આગના બનાવો કોઈને ને કોઈનો ભોગ લે છે. ક્યાક કંપની, ક્યાક ફેક્ટરી, તો ક્યાંક બસમાં આગના બનાવો વધી રહ્યા છે. સુરતમા બસ આગની દુર્ઘટના હજી તાજી છે, ત્યાં ગુજરાતમાં બે બસમા આગના બનાવ બન્યા છે. સુરત અને રાજકોટમા બસમાં આગ લાગવાના બનાવ બન્યા છે.  

ગુજરાતને આગ સાથે શુ નાતો છે? સુરત-રાજકોટમાં બસ સળગવાના બનાવો બન્યા
  • એક અઠવાડિયામાં જ બસમાં આગ લાગ્યાની 3 ઘટના બની
  • સુરતમાં પાર્કિંગમાં પડેલી બસમાં આગ લાગી..તો રાજકોટમાં સિટી બસ ભળકે બળી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના આગકાંડ સાથે શુ નાતો છે. ઉનાળાની મોસમમાં આગના બનાવ બને તો સમજી શકાય. પરંતુ ઠંડીની મોસમમા આગના બનાવ બની રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે, ગુજરાતને આગની ઘટનાઓ સાથે શુ નાતો છે. આખરે આ શાના સંકેત છે. ગુજરાતમાં આગના બનાવો કોઈને ને કોઈનો ભોગ લે છે. ક્યાક કંપની, ક્યાક ફેક્ટરી, તો ક્યાંક બસમાં આગના બનાવો વધી રહ્યા છે. સુરતમા બસ આગની દુર્ઘટના હજી તાજી છે, ત્યાં ગુજરાતમાં બે બસમા આગના બનાવ બન્યા છે. સુરત અને રાજકોટમા બસમાં આગ લાગવાના બનાવ બન્યા છે. આમ, એક અઠવાડિયામાં જ બસમાં આગ લાગ્યાની 3 ઘટના બની છે. 

સુરતમાં પાર્ક કરેલી બસ કેવી રીતે સળગી?
સુરતમાં વધુ એક બસમાં આગ લાગ્યાની ઘટના બની છે. સુરતના હજીરા વિસ્તારમાં પાર્કિગ કરેલી બસ એકાએક ભડભડ સળગી ઉઠી હતી. રાત્રે સાડા 11 કલાકે બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોકે, અડાજણ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. બસમાં લાગેલી આગની ઘટનામાં કોઈ જાનહાનિ બની ન હતી. જોકે, બસમાં આગ લાગ્યાનું કારણ હજુ અકબંધ છે. 

No description available.

રાજકોટમા સિટી બસમાં આગ
તો બીજી તરફ, રાજકોટમાં સિટી બસમાં આગની ઘટના બની છે. રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક સવારે 9.30 વાગ્યાની આસપાસ સિટી બસમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી. આ બસ સવારે 9:30 વાગ્યે ભક્તિનગર સર્કલથી બજરંગવાળી સર્કલ માટે રવાના થવાની હતી. બસના ડ્રાઇવરે સેલ્ફ મારતા જ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગી ત્યારે બસમા 2 મુસાફરો સવાર હતા. 2 મુસાફરો બસમાં હોવાથી ઉતારી દેવામાં આવ્યા હતા. જોકે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર તાત્કાલિક કાબૂ મેળવાયો હતો. પરંતુ શોટ સર્કિટને કારણે આગ લાગી હોવાનુ સામે આવ્યુ છે. આગની જ્વાળામા પાસે પાર્ક કરેલી બે બાઈક પણ ઝપેટમાં આવી હતી. જેથી બંને બાઈકને પણ નુકસાન થયુ હતું. ડ્રાઇવરની સમય સુચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ડ્રાઇવર અને કન્ડક્ટરે ફાયર ઇન્સ્ટિગ્યુશરનો ઉપયોગ કર્યો હતો, પણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતમા એક ખાનગી બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં એક પરિણીત યુવતીનુ મોત નિપજ્યુ હતુ. જોકે, આ બસમાં પણ કેવી રીતે આગ લાગી તે કારણ હજી સામે આવ્યુ નથી. પરંતુ ગુજરાતમાં આગના બનાવો સતત વધી રહ્યાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news