સુરત DCP નો ચાર્જ સંભાળનાર રૂપલ સોલંકી કયા મહિલા પ્લેયરથી પ્રભાવિત છે, જેને માને છે ગોડમધર

ગુનેગારોમાં હંમેશા પોલીસનો ડર જોવા મળે છે, જોકે પોલીસ વિભાગમાં પુરુષ અધિકારીઓનું ખાસુ વર્ચસ્વ હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલા અધિકારીઓએ પણ પોતાનું સ્થાન જમાવ્યું છે, ત્યારે ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે, જેમાં મહિલા ડીસીપીને ક્રાઇમ બ્રાન્ચનો હવાલો સોંપવામાં આવ્યો હોય. 14 ફેબ્રુઆરીએ માતા બનેલા રૂપલ સોલંકીએ સુરત ક્રાઈમ બ્રાંચના ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળતાં જ જણાવ્યું હતું કે, સ્ત્રી મા બને ત્યારે વધુ મજબૂત બની જતી હોય છે. શહેરમાં ક્રાઈમ રેટ ઓછો કરવા માટે ટીમ સાથે મળીને પ્રયાસ કરવામાં આવશે. સાથે જ શી ટીમ વધુ રસ લઈને મહિલાઓ સાથેના અત્યાચારો ઓછા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. 

સુરત DCP નો ચાર્જ સંભાળનાર રૂપલ સોલંકી કયા મહિલા પ્લેયરથી પ્રભાવિત છે, જેને માને છે ગોડમધર

તેજશ મોદી/સુરત :ગુનેગારોમાં હંમેશા પોલીસનો ડર જોવા મળે છે, જોકે પોલીસ વિભાગમાં પુરુષ અધિકારીઓનું ખાસુ વર્ચસ્વ હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલા અધિકારીઓએ પણ પોતાનું સ્થાન જમાવ્યું છે, ત્યારે ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે, જેમાં મહિલા ડીસીપીને ક્રાઇમ બ્રાન્ચનો હવાલો સોંપવામાં આવ્યો હોય. 14 ફેબ્રુઆરીએ માતા બનેલા રૂપલ સોલંકીએ સુરત ક્રાઈમ બ્રાંચના ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળતાં જ જણાવ્યું હતું કે, સ્ત્રી મા બને ત્યારે વધુ મજબૂત બની જતી હોય છે. શહેરમાં ક્રાઈમ રેટ ઓછો કરવા માટે ટીમ સાથે મળીને પ્રયાસ કરવામાં આવશે. સાથે જ શી ટીમ વધુ રસ લઈને મહિલાઓ સાથેના અત્યાચારો ઓછા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. 

સુરતમાં સૌ પ્રથમ વખત મહિતા ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળતા જ રૂપલ સોલંકીએ કહ્યું હતું કે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં મેલ-ફિમેલ જેવો કોઈ જ ભેદભાવ હોતો નથી. મને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એવો ભેદભાવ પણ ક્યારેય ફિલ થયો નથી. જે જવાબદારી મળે તેને સંપૂર્ણ નિષ્ઠાથી સંભાળવાની હોય છે. સુરતમાં પ્રથમવાર આ પ્રકારની જવાબદારી મળી છે. જેને નિભાવવા હું એક્સાઈટેડ છું. હાલમાં જ સરકારે તેમને ડીવાયએસપીમાંથી પ્રમોશન આપી એસેપીએસ બનાવ્યા છે. 

સુરતના ઇતિહાસમાં પહેલીવારી ક્રાઇમબ્રાંચના ડીસીપી તરીકે મહિલાની નિમણૂંક, બાળકને જન્મ આપ્યાના 50માં દિવસે સંભાળી જવાબદારી

મહત્વનું છે કે 14 ફેબ્રુઆરીએ બીજા સંતાન તરીકે દીકરાને જન્મ આપનાર રૂપલ સોલંકીએ આજે સુરત ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળતા જ કહ્યું હતું કે, તેમને મેરીકોમ નામની ફિલ્મ જોઈ હતી. જેમાં મેરીકોમ પોતાના જોડિયા સંતાનો સાથે તાલિમ મેળવવા કોચ પાસે જતી હોય છે. આ ફિલ્મનો એક ડાયલોગ મને યાદ છે કે, સ્ત્રી માતા બને ત્યારે વધુ મજબૂત થઈ જતી હોય છે. હું મારા કામની સાથે પરિવારની પણ જવાબદારી સંભાળીશ. જોકે સુરતમાં વધી રહેલા ક્રાઇમને અંકુશમાં રાખવાનો પડકાર તો છે જ પરંતુ સાથે સાથે વણઉકેલાયેલા ગુનાનો ભેદ શોધવાનો પડકાર પર હવે તેમના માથે છે

સતત વધી રહેલા ક્રાઇમરેટના કારણે સુરત ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બની ચુક્યું છે. જ્યાં રોજે રોજ ચોરી, લૂંટ, હત્યા, બળાત્કાર જેવા મોટા ભાગનાં ગુનાઓ બનતા જ રહે છે. પોલીસ સામે આ ગુનેગારોને ડામવા સૌથી મોટો પડકાર છે. તેવામાં ક્રાઇમબ્રાંચની જવાબદારી રૂપલ સોલંકીએ સંભાળી છે ત્યારે તેમની સામે સૌથી મોટો પડકાર રહેશે કે સુરતમાં બેફામ બનેલા અસામાજિક તત્વોને કાબુમાં લઇને રોકેટ થઇ ચુકેલા ક્રાઇમના ગ્રાફને નાથવો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news