BIG NEWS: ગુજરાતમાં જંત્રી રેટથી નહીં વસૂલાય ફ્લેટોની ફી, રિડેવલોપમેન્ટમાં આવશે તેજી
Housing Act: હાઉસિંગ બોર્ડના મકાનોમાં ટ્રાન્સફર ફી ના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીના આધારે દરેક ટ્રાન્સફર દીઠ લેવાતી ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે. આ વન ટાઈમ ફી નું ધોરણ EWS માટે રૂ. ૨ હજાર, LIG માટે રૂ. ૧૦ હજાર, MIG માટે રૂ. ૧૪ હજાર અને HIG માટે રૂ. ૨૦ હજાર સૂચવવામાં આવ્યું છે.
Trending Photos
Transfer Fee: ગુજરાતમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. જેને પગલે ગરીબોને મોટો લાભ થશે તેમજ કન્સ્ટક્શનક્ષેત્રમાં મોટી તેજી આવશે. સરકાર પીએમ આવાસ યોજના હેઠળ ગરીબોને મકાન તો આપી દેશે પણ એ માટે ચૂકવાતી ફીના મામલે લોકો સમયસર ઘરમાં રહેવા આવી શકતા નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હક્ક અને દસ્તાવેજના થતા પ્રશ્નો નિવારી શકાશે. માલિકી હક્ક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફ્લેટ પ્રકારના મકાનોમાં રિ-ડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે.
ફી ફક્ત વન ટાઈમ વસૂલવામાં આવશે
ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં બનાવવામાં આવેલા મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ તથા અન અધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં રાહત આપવા અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ સુધારા થવાના પરિણામે મકાન ધારકોને મોટી રાહત મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી. તદઅનુસાર, હાઉસિંગ બોર્ડના મકાનોમાં ટ્રાન્સફર ફી ના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીના આધારે દરેક ટ્રાન્સફર દીઠ લેવાતી ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે. આ વન ટાઈમ ફી નું ધોરણ EWS માટે રૂ. ૨ હજાર, LIG માટે રૂ. ૧૦ હજાર, MIG માટે રૂ. ૧૪ હજાર અને HIG માટે રૂ. ૨૦ હજાર સૂચવવામાં આવ્યું છે.
અહીં એક નથી મળતી અને આ વ્યક્તિએ એક સાથે 4 છોકરીઓ સાથે કર્યા લગ્ન, વીડિયો થયો વાયરલ
સાળી બની ગઈ પૂરી ઘરવાળી : જીજાજી લગ્નમાં ગયા અને વરરાજા બની ગયા, જબરદસ્ત છે સ્ટોરી
પીએમ આવાસ યોજનાના લાભ
ઘણા વંચિત પરિવારો તાજેતરની પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી બહાર પાડવાની આતુરતાપૂર્વક અપેક્ષા રાખે છે. 2015માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ આવાસ યોજનાથી અસંખ્ય નાગરિકોને લાભ થયો છે. જો કે, અસંખ્ય પરિવારો હજુ પણ યોજનાના લાભોનો લાભ લેવા તેમના વારાની રાહ જોઈ રહ્યા છે. 2015માં ભારતની કેન્દ્ર સરકાર દ્વારા તેની પ્રજા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ જે વ્યક્તિઓ આર્થિક રીતે નબળા છે અને તેમને રહેવા માટે ઘર નથી તેમના માટે પાકા મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. આ યોજનો મુખ્ય હેતુ એ છે કે 2025 સુધીમાં દેશના બધા જ ગરીબ પરિવારોને પાક્કા મકાન બનાવવામાં આવે. આ યોજનામાં અરજદાર ઓફલાઈન અને ઓનલાઇન બંને માધ્યમોથી અરજી કરી શકે છે.સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ નાગરિકોને સારો લાભ આપે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકોની 1.20 લાખ અને શહેરમાં રહેતા લોકોને 2.50 લાખ રૂપિયા સુધીની સહાયતા કરે છે.
મીઠા મધ જેવા શક્કરિયા ખરીદવા હોય તો અપનાવો આ ટિપ્સ, વેપારી નહી બનાવી શકે ઉલ્લું
South India: માર્ચમાં ફરવા માટે બેસ્ટ છે સાઉથના આ 5 સ્થળ, જન્નત જેવો થશે અહેસાસ
રિ-ડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હક્ક અને દસ્તાવેજના થતા પ્રશ્નો નિવારી શકાશે. માલિકી હક્ક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફ્લેટ પ્રકારના મકાનોમાં રિ-ડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે. ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં બનાવવામાં આવેલા મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ તથા અન અધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં રાહત આપવા અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ સુધારા થવાના પરિણામે મકાન ધારકોને મોટી રાહત મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી.
Budhwar Remedies: ડોન્ટ વરી બધુ વેલ સેટ થઇ જશે, બગડેલી બાજી સુધરી જશે
કોઇને કહ્યા વિના હોળીની રાત્રે ગુપચૂપ કરજો આ ઉપાય, ધમાધમ થશે રૂપિયાનો વરસાદ
જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવાશે
તદઅનુસાર, હાઉસિંગ બોર્ડના મકાનોમાં ટ્રાન્સફર ફી ના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીના આધારે દરેક ટ્રાન્સફર દીઠ લેવાતી ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે. આ વન ટાઈમ ફી નું ધોરણ EWS માટે રૂ. ૨ હજાર, LIG માટે રૂ. ૧૦ હજાર, MIG માટે રૂ. ૧૪ હજાર અને HIG માટે રૂ. ૨૦ હજાર સૂચવવામાં આવ્યું છે. ફ્લેટ પ્રકારના મકાનો માટે અન અધિકૃત બાંધકામની વપરાશ ફી હાલ જંત્રીના દરે વસૂલવામાં આવે છે. આના પરિણામ સ્વરૂપે મકાન ધારકો તે ફી ભરી શકતા ન હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ઉદાર અભિગમ અપનાવીને એવું નક્કી કર્યું છે કે, જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવાશે.
જે પણ આ આઇલેંડનો માલિક બન્યું, તેની પાછળ પડી જાય છે 'મોતનો સાયો'
શું તમને ખબર છે? કેવા પ્રકારની છીંક ગણાય છે શુભ, દરેક છીંકનો હોય છે અલગ મતલબ
દસ્તાવેજ લેટ થશે તો પણ નહીં લાગે ઝટકો
એટલે કે, ૨૫ ચોરસ મીટર સુધીના અન અધિકૃત બાંધકામ વપરાશની ફી હવે જંત્રી દરને બદલે EWSમાં રૂ.૧૦ હજાર, LIGમાં રૂ. ૨૦ હજાર, MIGમાં રૂ. ૩૦ હજાર અને HIGમાં રૂ. ૬૦ હજાર પ્રમાણે લેવાશે. આ ઉપરાંત ૨૫ ચોરસ મીટર કરતાં વધારે અન અધિકૃત બાંધકામ વપરાશની ફી પણ જંત્રી દરને બદલે EWSમાં રૂ. ૨૦ હજાર, LIGમાં રૂ. ૪૦ હજાર, MIGમાં રૂ. ૬૦ હજાર અને HIGમાં રૂ. ૧ લાખ ૨૦ હજાર પ્રમાણે નિયત કરી દેવાશે. મુખ્યમંત્રીએ ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજનાઓમાં ભાડા ખરીદ સમય પૂરો થાય કે મકાનની ૧૦૦ ટકા રકમ ભરપાઈ કર્યા બાદ વિલંબથી થતા દસ્તાવેજોમાં વિલંબિત ચાર્જ પેટે પ્રતિ વર્ષે રૂ. ૧ હજારના સ્થાને વન ટાઈમ વસુલાત EWS માટે રૂ. ૨ હજાર, LIG માટે રૂ. ૪ હજાર, MIG માટે રૂ. ૬ હજાર અને HIG માટે રૂ. ૧૦ હજાર કરવાનો નિર્ણય પણ કર્યો છે.
Mahashivaratri 2024: શિવલિંગ પર અર્પિત કરો આ 5 વસ્તુ, ખૂલી જશે બંધ કિસ્મતના તાળા
મહાશિવરાત્રિના દિવસે બિલીપત્ર ચઢાવતાં પહેલાં જાણી લો નિયમ,આ દિવસે તોડશો તો લાગશે પાપ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ ધારકોના વિશાળ હિતમાં તેમને આર્થિક રાહત સાથે ફી ભરવામાં સરળતા આપતા આ નિર્ણયો કર્યા છે.આવા જન હિતકારી નિર્ણયને કારણે જુના અને જર્જરીત મકાનોના રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયા સુગમ અને ઝડપથી થવાને કારણે ઈઝ ઓફ લિવિંગ વધશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમાર, હાઉસિંગ કમિશનર સંદીપ વસાવા તેમજ સચિવ આર.જી.ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Google free માં ઓફર કરી રહ્યું છે ઓનલાઇન AI કોર્સ, આ રહી પુરી ડિટેલ
Photos: રાધિકા-અનંત પ્રી વેડિંગ ફંક્શન માટે જામનગર પહોંચી માનુષી છિલ્લર, મનીષ મલ્હોત્રા પણ પહોંચ્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે