મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે ગેરરીતિ નહીં થાયઃ મુખ્યપ્રધાન

ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીમાં કૌભાંડો સામે આવ્યા હતા. 
 

મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે ગેરરીતિ નહીં થાયઃ મુખ્યપ્રધાન

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીએ મગફળીની ખરીદી અંગે ખેડૂતો સાથે ક્યારેય ગેરરીતિ નહીં થાય એવું  સ્પષ્ટ પણે જણાવ્યું છે. રાજ્યમાં ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં એક ટકો પણ ખોટું કે ગેરરીતિ ન થાય તે  માટેની સંપૂર્ણ પારદર્શી ટ્રાન્સપરન્ટ વ્યવસ્થા સરકારે ગોઠવી છે. સાથે જ આ વર્ષે નાગરિક પુરવઠા નિગમને મગફળી  ખરીદીની જવાબદારી સોંપી છે. તેમજ એ.પી.એમ.સીમાં પણ કોઇ ખેડૂતનો સમય ન બગડે ક્વોલિટી ગુણવત્તાની   તેમજ વજન તોલ માપ વગેરેની પણ ચોકસાઈ રાખવામાં આવે છે તે વ્યવસ્થા પણ કરી હોવાનું મુખ્યપ્રધાને જણાવ્યું  હતું. 

આ સાથે સીએમે કહ્યું કે, કલેક્ટર, નાફેડ, પુરવઠા નિગમ અને વેર હાઉસિંગ એમ બધા સાથે મળીને મગફળીની ખરીદી  કરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સીએમે નાફેડને અનુરોધ કર્યો કે, સાચા ખેડૂતોનો સારો માલ ન રહી  જાય તેનું પણ ધ્યાન આપે. મહત્વનું છે કે, છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં 122 કેન્દ્રો પરથી 53 હજાર ક્વીન્ટલ કરતા  વધુ મગફળીની ખરીદી કરવામાં આવી છે. સોમવારથી ખરીદીમાં ઝડપ કરવામાં આવે તે અંગે પણ સીએમે સુચના  આપી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news