રાજકોટમાં સારી આવકની આશારે શાકભાજી ઉગાડનારા ખેડૂતો રાતે પાણીએ રોઇ રહ્યા છે, મફતમાં પણ નથી લેવા કોઇ તૈયાર

જિલ્લામાં શાકભાજીના અઢળક ઉત્પાદન વચ્ચે ખેડૂતોને ઉત્પાદન સમયે શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જેતપુર, જામકંડોરણા, વીરપુર સહિતના પંથકમાં ખેડૂતો દ્વારા કોબીજ, ફુલાવર, ઘીસોડા, દૂધી, ગુવાર, ટમેટા, કાકડી સહિતના શાકભાજીના પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. જો કે કહેવાય છે કે, ખેડૂતોના ઘરમાં ઉત્પાદન આવે તે સમયે જ ખેડૂતોને શાકભાજી હોય કે અન્ય જણસી હોય તેમના પોષણક્ષમ ભાવો મળતા નથી. આવું કાઈક બન્યું છે રાજકોટ જિલ્લાના ખેડૂતોએ રવી પાકના વાવેતરમાં વાવેતર કરેલ શાકભાજીના વાવેતરમાં વાત કરીએ તો રાજકોટ જિલ્લાના તાલુકામાં ખેડૂતોએ રવી પાકના વાવેતરમાં ખેડૂત કરેલ કોબીજ, ફુલાવર, ઘીસોડા, દૂધી, ગુવાર, ટમેટા, કાકડી સહિતના શાકભાજીના પાકમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોની હાલત કફોડી થવાની સાથે સોના કરતાં ઘડામણ મોંઘું થવા જેવી થવા પામી છે. 
રાજકોટમાં સારી આવકની આશારે શાકભાજી ઉગાડનારા ખેડૂતો રાતે પાણીએ રોઇ રહ્યા છે, મફતમાં પણ નથી લેવા કોઇ તૈયાર

રાજકોટ : જિલ્લામાં શાકભાજીના અઢળક ઉત્પાદન વચ્ચે ખેડૂતોને ઉત્પાદન સમયે શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જેતપુર, જામકંડોરણા, વીરપુર સહિતના પંથકમાં ખેડૂતો દ્વારા કોબીજ, ફુલાવર, ઘીસોડા, દૂધી, ગુવાર, ટમેટા, કાકડી સહિતના શાકભાજીના પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. જો કે કહેવાય છે કે, ખેડૂતોના ઘરમાં ઉત્પાદન આવે તે સમયે જ ખેડૂતોને શાકભાજી હોય કે અન્ય જણસી હોય તેમના પોષણક્ષમ ભાવો મળતા નથી. આવું કાઈક બન્યું છે રાજકોટ જિલ્લાના ખેડૂતોએ રવી પાકના વાવેતરમાં વાવેતર કરેલ શાકભાજીના વાવેતરમાં વાત કરીએ તો રાજકોટ જિલ્લાના તાલુકામાં ખેડૂતોએ રવી પાકના વાવેતરમાં ખેડૂત કરેલ કોબીજ, ફુલાવર, ઘીસોડા, દૂધી, ગુવાર, ટમેટા, કાકડી સહિતના શાકભાજીના પાકમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોની હાલત કફોડી થવાની સાથે સોના કરતાં ઘડામણ મોંઘું થવા જેવી થવા પામી છે. 

ખેડૂતોએ ઉત્પાદન કરેલ શાકભાજીમાં શાકભાજીના મોંટાદાટ બિયારણો,ખાતર દવા અને મજૂરોની તીવ્ર અછત વચ્ચે ઉંચી મજૂરીઓ વચ્ચે ખેડૂતોને ન છૂટકે ઉભા શાકભાજીના પાકનો નાશ કરવાની નોબત આવી છે.હાલમાં છુટક બજારમાં શાકભાજીમાં ભીંડો, ગુવાર, કોબીજ, ફ્લાવર, ધીસોડા, દૂધી, કાકડી, ટમેટા સહિતના શાકભાજીઓ 20 રૂપિયે કિલોથી લઈને 30થી 40 રૂપિયે કિલો વહેંચાઈ રહ્યા છે. છતા પણ ખેડૂતોને શાકભાજીના ભાવોમાં કોબીજ ફ્લાવર જેવા શાકભાજી 1 રૂપિયે 2 રૂપિયે કિલો તો ભીંડો ગુવાર ઘીસોડો સહિતના અન્ય શાકભાજી રૂપિયા 5 થી 7 રૂપિયે કિલો વહેંચાઈ રહ્યાં છે. 

ટમેટાની વાત કરવામાં આવે તો ગત વર્ષે ખેડૂતોએ રાજકોટ જિલ્લામાં કરેલ ટમેટાના વાવેતરમાં નિષ્ફળ ગયેલા પાકોની વચ્ચે ટમેટાના સારા એવા પોષણક્ષમ ભાવો મળ્યા હોવાથી આ વર્ષે આ પંથકમાં ખેડૂતોએ સારા ભાવો મળવાની આશાએ ટમેટાના પાકનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કર્યુ હતું. જો કે રાજકોટ જિલ્લામાં ટમેટાના અઢળક ઉત્પાદન વચ્ચે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિના અન્ય રાજ્યોમાંથી શાકભાજી માર્કેટ યાર્ડોમાં થતી ટમેટાની વ્યાપક આવકોની વચ્ચે ટમેટાના ભાવો પણ તળીયે બેસી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. 

શાકભાજીની ખેતી કરતાં રાજકોટ જિલ્લામાં ખેડૂતોને શાકભાજીના અઢળક ઉત્પાદન અને અન્ય રાજ્યમાંથી આવતા વ્યાપક પ્રમાણમાં માલની આવકોને લઈને ખેડૂતોને ઉત્પાદન ખર્ચની વાત તો એક બાજું રહી પરંતું મજૂરી ખર્ચની સાથે ખેતરથી માર્કેટ યાર્ડ સુધીનું ટ્રાન્સપોર્ટ ભાડું પણ શાકભાજીમાં ઉપજતું ન હોવાથી ખેડૂતોને કોઠીમાં મોઢું સંતાડીને રોવાનો વારો તો આવ્યો છે. પરંતું આગામી દિવસોમાં ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવો નહી મળે તો ખેડૂતો શાકભાજી રસ્તા પર ફેંકવા પડશે અથવા તો ઉભા શાકભાજીના પાકમાં પશુઓ ચરાવવા પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news