પાલનપુર: કોરોનાની રસી તો આવે ત્યારે ખરી પણ તંત્રના વાંકે આ સામાન્ય રસી નથી મળી રહી, સેંકડો લોકો પર જોખમ

જિલ્લાના પાલનપુરમાં આવેલી  જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ માસથી ડાયાબિટીસના દર્દીઓને અપાતાં ઇન્સ્યુલીન ઈંજેક્શન જ હાજર ન મળતા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ બજારમાંથી પૈસા ખર્ચી ઇન્જેકશનો ખરીદીવા મજબુર બન્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમા સંચાલક મંડળ અને સિવિલ સર્જનના આંતરિક વિખવાદને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં આવેલી છે. જેનું સંચાલન છેલ્લા કેટલાક વર્ષોથી બનાસ મેડિકલ કોલેજ દ્વારા કરાઈ રહ્યું છે. જેમાં ફક્ત પાલનપુરના જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે અને  છેલ્લા દોઢ માસથી સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસના દર્દીઓને અપાતા ઇન્સ્યુલિન ઇન્જેક્શન ખૂટી જતાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 
પાલનપુર: કોરોનાની રસી તો આવે ત્યારે ખરી પણ તંત્રના વાંકે આ સામાન્ય રસી નથી મળી રહી, સેંકડો લોકો પર જોખમ

અલ્કેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાના પાલનપુરમાં આવેલી  જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ માસથી ડાયાબિટીસના દર્દીઓને અપાતાં ઇન્સ્યુલીન ઈંજેક્શન જ હાજર ન મળતા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ બજારમાંથી પૈસા ખર્ચી ઇન્જેકશનો ખરીદીવા મજબુર બન્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમા સંચાલક મંડળ અને સિવિલ સર્જનના આંતરિક વિખવાદને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં આવેલી છે. જેનું સંચાલન છેલ્લા કેટલાક વર્ષોથી બનાસ મેડિકલ કોલેજ દ્વારા કરાઈ રહ્યું છે. જેમાં ફક્ત પાલનપુરના જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે અને  છેલ્લા દોઢ માસથી સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસના દર્દીઓને અપાતા ઇન્સ્યુલિન ઇન્જેક્શન ખૂટી જતાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 

દર્દીઓ બજારમાંથી પૈસા ખર્ચી ઇન્જેક્શન લાવવા મજબૂર બન્યા છે. દર્દીઓને પડતી હાલાકીને લઇ હોસ્પીટલમાં આવતા દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે હોસ્પિટલમાં ઇન્જેક્શનનો સ્ટોક હાજર કરાય તેવી દર્દીઓ માંગ કરી રહ્યા છે. આ અંગે એક દર્દીએ જણાવ્યું કે, મને 2005થી ડાયાબિટીસ છે. આમ તો હું સીવિલ હોસ્પિટલમાંથી ઇન્જેક્સન લઉં છું પરંતુ છેલ્લા દોઢ માસથી અહીંયા ઇન્જેક્શન હાજર હોતા જ નથી.

જોકે પાલનપુરની સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલમાં ઈન્સ્યુલીનના ઇન્જેક્શન ન હોવાના કારણે સિવિલ સર્જન અને બનાસ મેડિકલના સુપ્રીટેન્ડ એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળી એકબીજાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. આ અંગે સિવિલ સર્જન ભરત મિસ્ત્રીએ જણાવ્યું કે, સિવિલ હોસ્પીટલ સરકાર હસ્તક હતી, ત્યારે સિવિલ સર્જન દ્વારા મંગાવતા પરંતુ અત્યારે તે બનાસડેરીના ગલબાભાઈ નાનાજીભાઈ ટ્રસ્ટ હસ્તક છે અને ઇન્જેક્શન મંગાવવાની જવાબદારી તેમની છે.

જો કે બનાસ મેડિકલનાં એમ.ડી સુનિલ જોશીએ જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા આ ઇન્જેક્સન ની: શુલ્ક અપાય છે. અમે માંગ કરી દીધી છે. હાલ તો સિવિલ હોસ્પિટલ બનાસડેરીના ટ્રસ્ટ હસ્તક છે. જેથી સિવિલ હોસ્પિટલનો વહીવટ ટ્રસ્ટ કરી રહ્યું છે. જેથી સિવિલ હોસ્પિટલના સરકારી ડોક્ટરો અને ટ્રસ્ટ વચ્ચેના તાલમેલના કારણે ગરીબ દર્દીઓ હાલતો સરકારી ઇન્જેક્શન મેળવી શકતા નથી. જેથી તેવો માંગ કરી રહ્યા છે કે તેમને સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર સાથે સરકારી દવાઓ અને ઇન્જેક્શન મફળ મળી રહે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news