તમાકુ પકવતા ખેડૂતો વિજાપુર માર્કેટયાર્ડમાં જવાના બદલે જઈ રહ્યા છે અહીં, આ વર્ષે ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ

હિમતનગર માર્કેટયાર્ડ ધ્વારા કોટનમાર્કેટમાં તમાકુની ખરીદી 21 માર્ચથી શરૂ કરવામાં આવી છે. ત્યારે દરરોજની અંદાજે 1000 થી 1200 બોરીની તમાકુની આવક છે, તો તમાકુના ભાવ પણ સારા પડી રહ્યા છે, જે ખરીદીના ત્રણ દિવસ થયા છે.

તમાકુ પકવતા ખેડૂતો વિજાપુર માર્કેટયાર્ડમાં જવાના બદલે જઈ રહ્યા છે અહીં, આ વર્ષે ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી ત્યારે તમાકુ પકવતા ખેડૂતોને તમાકુના વેચાણ માટે વિજાપુર જવાને બદલે માર્કેટયાર્ડમાં તમાકુનું વેચાણ અને ખરીદી શરૂ થઇ છે, જ્યાં તમાકુનો સારો ભાવ મળતા મોટી સંખ્યામાં ખેડૂતો તમાકુનું વેચાણ કરવા માટે અહીં આવી રહ્યા છે. ત્યારે ત્રણ દિવસમાં 3500 બોરીની આવક નોધાઇ છે.

સાબરકાંઠા જિલ્લામાં આઠ તાલુકા પૈકી છ તાલુકામાં તમાકુનું વાવેતર થાય છે, ત્યારે સૌથી વધુ વાવેતર ઇડર તાલુકામાં થાય છે. તો રવિ સિઝનમાં હિમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, તલોદ અને પ્રાંતિજ છ તાલુકામાં 5533 હેક્ટરમાં તમાકુનું વાવેતર કરાયું હતું. તો સૌથી વધુ ઇડરમાં 2512 હેક્ટર, હિંમતનગરમાં 1169 હેક્ટર, પ્રાંતિજમાં 764 હેક્ટર, તલોદ 425 હેક્ટર, વડાલીમાં 170 હેક્ટર અને ખેડબ્રહ્મામાં 3 હેક્ટરમાં વાવેતર થયું હતું. જેને લઈને તમાકુનો પાક થતા ની સાથે હવે ખેડૂતોએ ખેતરમાંથી પાક કાપી સુકાવવાનું શરુ કર્યું છે.

ગુજરાતમાં આવનારા દિવસો રહેશે ખુબ જ ભારે! હવામાન વિભાગે કયા મુદ્દે ચિંતા વ્યક્ત કરી

તો બીજી તરફ તૈયાર થઇ ગયેલા તમાકુ અને ગારીયાનો ભાવ સારો મળતા ખેડૂતો વેચાણ માટે હિમતનગર માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. હિંમતનગર સહીત જિલ્લાના ખેડૂતો તમાકુના પાકને વેચાણ માટે મહેસાણાના વિજાપુર જતા હતા પરંતુ વાહનભાડું ખર્ચ કરીને 24 કલાક પહેલા વેચાણ માટે જતા હતા તો માર્કેટયાર્ડમાં પહેલા સેમ્પલ બતાવવા જવું પડતું હતું. જેને લઈને ખેડૂતોને સમય બગડતો અને ભાડું પણ વધુ થતું હતું. તેમ છતાં યોગ્ય ભાવ મળતો ન હતો, તો વેચાણ માટે લઇ ગયેલ માલ વેચવા મજબુર થવું પડતું હતું. હિમતનગરના માર્કેટયાર્ડમાં ભાવ સારો મળે છે અને વાહનભાડું સામાન્ય થાય છે. સમય પણ બચે છે જેને લઈને ખેડૂતોને મોટો ફાયદો થઈ રહ્યો છે

હિમતનગર માર્કેટયાર્ડ ધ્વારા કોટનમાર્કેટમાં તમાકુની ખરીદી 21 માર્ચથી શરૂ કરવામાં આવી છે. ત્યારે દરરોજની અંદાજે 1000 થી 1200 બોરીની તમાકુની આવક છે, તો તમાકુના ભાવ પણ સારા પડી રહ્યા છે, જે ખરીદીના ત્રણ દિવસ થયા છે. ત્યારે અંદાજીત 3500 થી વધુ તમાકુની બોરીની આવક થઇ છે. તમાકુ અને ગારીયાનો ભાવ સારો મળતા ખેડૂતો હવે વિજાપુર વેચાણ માટે જતા નથી અને હિંમતનગરના કોટન માર્કેટમાં તમાકુ વેચાણ માટે આવે છે.

આમ જિલ્લામાં સૌથી વધુ વાવેતર ઇડર બાદ હિંમતનગર તાલુકામાં થાય છે. જેને લઈને ખેડૂતોને હવે ઘર આગણે તમાકુની ખરીદી થાય છે અને સારો ભાવ મળે છે તેને લઈને ફાયદો થઇ રહ્યો છે. હજી તમાકુની આવક શરુ થયાને ત્રણ દિવસ થયા છે. આગામી દિવસોમાં દરરોજની આવક વધશે. તો ત્રીજા દિવસે તમાકુની પ્રતિ 20 કિલોના 1241 થી 1750 રહ્યા હતા, તો ગારીયાનો ભાવ 500 થી 905 રૂપિયા રહ્યો હતો.

હિંમતનગર માર્કેટયાર્ડમાં તમાકુની ખરીદીને લઈને ખેડૂતોને મહેસાણાના વિજાપુરમાં વેચાણ માટે જવાનું ભાડાનો બચાવ થયો છે. તો સારો ભાવ મળતા ખેડૂતો આનંદિત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news