સુરત બન્યું નકલી ડીગ્રી-માર્કશીટનું એપી સેન્ટર, વિદેશ જવા ક્રેઝી ગુજરાતીઓ આ ખાસ વાંચજો!

સુરતમાં વધુ એક માર્કશીટ કૌભાંડ સામે આવ્યું છે વિદેશ જવા માટે તેમજ અન્ય સરકારી કામકાજ માટે ભારતના ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીઓની નકલી ડીગ્રી તેમ જ માર્કશીટો બનાવી લોકોને સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.
 

સુરત બન્યું નકલી ડીગ્રી-માર્કશીટનું એપી સેન્ટર, વિદેશ જવા ક્રેઝી ગુજરાતીઓ આ ખાસ વાંચજો!

ચેતન/પટેલ: વિદેશ જવા માટે તેમજ અન્ય સરકારી કામકાજ માટે ભારતના ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીઓની નકલી ડીગ્રી તેમજ માર્કશીટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરનાર આંતરરાષ્ટ્રીય ગેંગને ઉતરાણ પોલીસે ઝડપી પાડ્યા છે. હાલ તો આ બનાવમાં ઉતરાયણ પોલીસે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમની પાસેથી પોલીસે મહારાષ્ટ્ર ,ગુજરાત, સંઘાઇ વીર બહાદુર પુરવાલા યુનિવર્સિટી જોનપુર સહિતના યુનિવર્સિટી ની બોગસ ડિગ્રીઓ કબજે કરવામાં આવી છે. આ સાથોસાથ લેપટોપ, મોબાઈલ સહિતના વિજ ઉપકરણ પણ કબજે કરવામાં આવ્યા છે. 

ઉતરાણ પોલીસને બાતમી મળી હતી કે ભારતના ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીઓની નકલી ડીગ્રી અને માર્કશીટ બનાવવામાં આવી રહી છે અને આ બોગસ અને નકલી ડોક્યુમેન્ટ ઊંચા ભાવે વેચવામાં આવી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ધ્રુવીન કોઠીયા, વિશાલ તેજાણી અને ફેનિલ વિરડીયા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે આ ગેંગમાં કુલ છ સભ્યો સામેલ છે વિવિધ રાજ્યોમાં વિવિધ એજન્ટોની નિમણૂક કરવામાં આવી હતી. 

આ એજન્ટો મારફતે મહારાષ્ટ્ર જોનપુર તેમજ ગુજરાત રાજ્યની અલગ અલગ યુનિવર્સિટી ની નકલી માર્કશીટ તૈયાર કરવામાં આવતી હતી અને આ માર્કશીટ ₹80,000 થી લઈ 1.30 લાખની રકમ વસૂલવામાં આવતા હતા એજન્ટો દ્વારા જે વિદ્યાર્થીઓ અથવા તો યુવાનો વિદેશમાં અભ્યાસ અર્થે અથવા તો અન્ય સરકારી નોકરી માટે માર્કશીટ ની જરૂર હોય તેવા લોકોને શોધતા હતા. બાદમાં તેઓ પાસેથી મસ મોટી રકમ વસૂલી લઈ તેમને નકલી માર્કશીટ આપવામાં આવતી હતી. આ માર્કશીટ થકી અત્યાર સુધી હજારો લોકો વિદેશમાં જઈ ચૂક્યા છે.

પોલીસે અલગ અલગ યુનિવર્સિટીની 16 જેટલી નકલી માર્કશીટ તેમજ 13 ઓરીજનલ માર્કશીટ કબજે કરવામાં આવી છે આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના ઓફિસમાંથી 7 નંગ મોબાઈલ ,સીપીયુ, લેપટોપ કાર્ડ રીડર સહિતની અલગ અલગ કિંમત મળી કુલે 1.59 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ તો પોલીસે આ કોભાંડમાં નીલકંઠ, સંજય અને બોબીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે બોબી હાલ તો યુકેમાં રહે છે છ મહિના અગાઉ તે સુરત ખાતે રહેતો હતો. જો કે ત્યારબાદ તેને પોતાનો ભાઈનો આ ગોરખ ધંધો સંભાળી લીધો હતો અને આ આખેઆખું કૌભાંડ તે યુકેથી ઓપરેટ કરતો હતો.

આમ, પકડાયેલ આરોપી વિશાલભાઇ તેજાણી નાઓ ટુરીઝમના ધંધાના બહાને આરોપી નિલકંઠ નરશીભાઇ દેવાણી સાથે આઇટ્રસ્ટ કન્સલટન્સી નામથી વિઝાનું કામ કરતા હોય અને આરોપી ધ્રુવિન મગનભાઇ કોઠીયા તેમને ત્યાં નોકરી કરતો હોય જેઓએ સાથે મળીને પકડાયેલ આરોપી સંજય ગેલાણી પાસે માર્કસીટ બનાવડાવેલ તેમજ ધ્રુવીન કોઠીયા મારફતે ફેનીલ વિરડીયા નાઓ પણ બોની વિનોદભાઇ તાલા તથા વૈભવ અશ્વીનભાઇ તાલા રહે. ભગવાનનગર, કાપોદ્રા, સુરત સાથે મળીને લોકોને વિદેશ જવા માટે નકલી ડીગ્રી સર્ટીફકેટ અને માર્કશીટો બનાવડાવી આપી ઘણા બધા લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવામાં મદદગારી કરેલ હોય અને અન્ય સહ આરોપીઓગુજરાત રાજ્ય બહારના હોય જેથી આ મુજબનું સડયંત્ર ગુજરાત રાજ્ય અને દેશના અલગ અલગ રાજ્યોમાં મોટાપાયે આચરેલ હોવાની શક્યતાઓ જણાયેલ આવે છે અને હાલે પણ આ તમામ આરોપીઓ દ્વારા આપવામાં આવેલ નકલી માકર્શીટ અને સર્ટીફીકેટ આધારે કેટલાંક લોકો વિદેશમાં છે.

કેટલાક લોકો વિદેશ જઇ આવેલ છે. જે બાબતે કેટલાક લોકોને આવી સવલત કરી આપેલ છે તે બાબતની તપાસ ચાલુ છે તેમજ અન્ય સરકારી કામકાજમાં પણ ખોટાનો ખરા તરીકે ઉપયોગ કર્યા અંગેની માહિતી મળેલ હોય જે બાબતની પણ તપાસ ચાલુ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news