હવે ફેબીફ્લૂનો વારો, રાજકોટમાં મેડિકલ સ્ટોર્સમાં ભટકવા પર પણ નથી મળી રહી આ દવા

હવે ફેબીફ્લૂનો વારો, રાજકોટમાં મેડિકલ સ્ટોર્સમાં ભટકવા પર પણ નથી મળી રહી આ દવા

ગૌરવ દવે/રાજકોટ ;રાજકોટમાં કોરોના દર્દીઓની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. રાજકોટમાં રોજને રોજ ક્યાંક ઓક્સિજન, ક્યાંક રેમડેસિવિર તો ક્યાંક બેડની અછતની વાતો ચર્ચાય છે. આ વચ્ચે હવે કોરોના દર્દીઓને અપાતી વધુ એક દવાની અછત રાજકોટમાં ઉભી થઈ છે. રાજકોટમાં રેમડેસિવિર બાદ ફેબીફલૂ દવાની અછત સર્જાઈ છે. મેડિકલ સ્ટોરમાં ફેબીફ્લૂ દવાનો જથ્થો ખૂટી પડ્યો છે. ત્રણ દિવસથી માર્કેટમાં ફેબીફ્લૂ દવાની માંગ ઉઠી છે, પણ દવા મળી નથી રહી. 

અછત સર્જાશે તો ફેબીફ્લૂની પણ કાળાબજારી થશે
રાજકોટની મેડિકલ સ્ટોરમાં ફેબીફ્લૂ માટે લોકોની માંગ વધી છે. હોમ આઇસોલેટ દર્દીઓ ફેબીફ્લૂની ખરીદી કરી રહ્યા છે. રાજકોટમાં દર્દીઓનાં પરિવારજનો આ દવા લેવા છેલ્લા બે દિવસથી દોડધામ કરી રહ્યાં છે, પરંતુ આ દવા મળવી મુશ્કેલ બની છે. ફેબીફ્લૂ નામની દવા દર્દીઓમાં રિકવરી ઝડપી આવે છે. આ માટે દર્દીઓને ઈન્જેક્શન લેવાની જરૂર ન પડે, તેથી તબીબો ફેબીફ્લૂ નામની દવા આપે છે. આ દવા રાજકોટમાં એકાદ સપ્તાહ પહેલાં આસાનીથી દરેક મેડિકલ સ્ટોર પર મળતી હતી, પરંતુ છેલ્લા બે દિવસથી આ દવા મળી નથી રહી. આ અછતને જોતા કદાચ આ દવાની પણ કાળાબજારી થાય તેવુ લાગી રહ્યું છે. 

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોવિડ કેર સેન્ટરમાં આજથી 50 બેડની હોસ્પિટલ શરૂ કરાઈ છે. જોકે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ હોસ્પિટલમાં ડાયરેક્ટ એડમિશન નહિ થાય સિવિલ હોસ્પિટલ થ્રુ એડમિશન થશે. પાંચ દિવસથી ઓક્સિજન ન હોવાથી તૈયાર હોસ્પિટલ શરૂ થઈ શકી ન હતી. જોકે, આજે ઓક્સિજનનો જથ્થો આવી ગયો છે. જિલ્લા વહીવટી તંત્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અહીં 200 બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news